GUJARATHEALTH

હાર્ટ એટેકથી બચવાના ઉપાય જાણો

વિશ્વભરમાં દર વર્ષે કરોડો લોકો હાર્ટ એટેકને કારણે પોતાનો જીવ ગુમાવે છે. હાર્ટ એટેકની સમસ્યાનો સૌથી મોટું કારણ છે નસોમાં જમા થયેલું બેડ કોલેસ્ટ્રોલ અને તેના કારણે રક્તવાહિનીઓમાં બ્લોકેજની સમસ્યા થાય છે. આ તકલીફને કારણે લોહી હૃદય સુધી યોગ્ય રીતે પહોંચી શકતું નથી અને પરિણામે હાર્ટ એટેકની સ્થિતિ ઉત્પન થાય છે. સામાન્ય રીતે તમે નોંધ્યુ હશે કે શિયાળાની સિઝનમાં હાર્ટ એટેકના કેસ વધી જાય છે, જાણો શિયાળામાં કેમ આવું થાય છે.

છાતીમાં દુખાવાની ફરિયાદ

આપણા શરીરમાં કોરોનરી ધમનીઓ સ્નાયુઓથી બનેલી હોય છે, જેના દ્વારા હૃદયને ઉર્જા અને ઓક્સિજન મળે છે, પરંતુ શિયાળાની ઋતુમાં કેટલાક લોકોની નસોમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે અને પરિણામે છાતીની સમસ્યા ઉત્પન થાય છે. આ પછી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

રક્તવાહિનીઓ સંકોચાય છે

શિયાળાની ઋતુમાં કેટલાક લોકોની રક્તવાહિનીઓ સંકોચવા લાગે છે, જેના કારણે શરીરના કેટલાક અંગો સુધી લોહી યોગ્ય રીતે પહોંચતું નથી. આવી સ્થિતિમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઊભી થઈ શકે છે. સામાન્ય રીતે આ ઋતુમાં વડીલોને હ્રદય રોગનું જોખમ વધી જાય છે.

શિયાળાની ઋતુમાં આપણે કાં તો પહેલા જેવો જ ખોરાક ખાઈએ છીએ અથવા તો તેની માત્રામાં થોડો વધારો કરીએ છીએ, પરંતુ લાંબા સમય સુધી ઘરમાં રહેવાને કારણે શિયાળામાં આપણી શારીરિક ગતિવિધિઓ ઘટી જાય છે અને જેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય છે અને હૃદયરોગનું જોખમ વધી જાય છે.

ઠંડીમાં હાર્ટ એટેકની સમસ્યા સામે બચાવ કેવી રીતે કરીએ?

શિયાળાની ઋતુમાં ઠંડીથી પોતાને સુરક્ષિત રાખો, આ માટે બહાર જતી વખતે અનેક ગરમ કપડાં પહેરવા જોઈએ. જો શરીરનું તાપમાન જાળવી રાખવામાં આવે તો હૃદયને વધુ પંપ કરવાની જરૂર નહિ પડે, જેનાથી હાર્ટ એટેકનો ખતરો પણ ઘટી જાય છે. આ સિવાય સીમિત માત્રામાં ખાઓ અને યોગ્ય કસરત કરો, તેનાથી કોલેસ્ટ્રોલ વધશે નહિ, જેને આ બીમારી માટેનો મુખ્ય પરિબળ માનવામાં આવે છે.

(નોંધ – આ લેખમાં દર્શાવવામાં આવેલી માહિતી સામાન્ય વિગતો પર આધારિત છે. કોઈપણ વસ્તુ અપનાવતા પહેલા ડોક્ટર કે નિષ્ણાતોની મદદ લો. જીએસટીવી ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી અને જવાબદાર રહેશે નહિ. આ કોઈ ડોક્ટર કે નિષ્ણાતની સલાહ નથી. અમારો મુખ્ય હેતુ માત્ર તમને સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવવાનો છે)

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!