GUJARATMORBI

મોરબીના ગામડામાં ચાલતી કામગીરીનું થશે ચકાસણી: ડીડીઓ 24 અઘિકારીઓ ને કામે લગાડીયા

મોરબીના ગામડામાં ચાલતી કામગીરીનું થશે ચકાસણી: ડીડીઓ 24 અઘિકારીઓ ને કામે લગાડીયા

છેલ્લા ઘણા સમયથી સમગ્ર મોરબી જિલ્લામાં નાગરિકો રોડ-રસ્તા સહિતની સમસ્યાઓ રજૂ કરી રહ્યા હતા અને તેનું કોઈ સચોટ નિરાકરણ ન થતું હોવાની વાતો પણ સામે આવી રહી હતી ત્યારે મોરબી જિલ્લા પંચાયતના DDO ડી.ડી.જાડેજા દ્વારા એક નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. જ્યાં મોરબી જિલ્લા પંચાયતના ક્લાસ ૧ અને ૨ અધિકારીઓ ૨૪ ટીમોમાં વિભાજીત થશે અને જિલ્લા ભરના ગામોની મુલાકાત લઈને સમસ્યાઓ અંગેના અહેવાલ રજૂ કરશે.

આ અંગે DDO ડી.ડી.જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતનું મુખ્ય કાર્ય લોકોને પ્રાથમિક સુવિધા પ્રદાન કરવાનું છે. જેમાં આરોગ્ય,પ્રાથમિક શિક્ષણ અને મહિલા તથા બાળ વિકાસનો સમાવેશ થાય છે. આ સુવિધાઓ પ્રદાન કરવા માટે વિકાસલક્ષી કાર્ય કરવામાં આવે છે.જે તાલુકા વિકાસ અધિકારી અથવા શાખા અધિકારી દ્વારા કરવામાં આવે છે. તો જે કામગીરી થઈ રહી છે તેનો લાભ લોકોને મળી રહ્યો છે કે નહીં ? તે ચકાસવાનું કામ અમારું છે. સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ પ્રજા માટે જાહેર કરવામાં આવે છે તેનો લાભ પ્રજાને મળે છે કે કેમ તે ચકાસવું આવશ્યક છે ત્યારે આજે મોરબી જિલ્લા પંચાયતના ૨૪ જેટલા ક્લાસ વન અને ટુ અધિકારીઓને દરેક ગ્રામ પંચાયતની મુલાકાત લેવાની સૂચના આપવામાં આવી છે તેથી હવે એક અધિકારી બે ગ્રામ પંચાયતોની મુલાકાત લેશે જેમાં અમે પ્રજાને મળતી પ્રાથમિક સુવિધાનું એક લિસ્ટ તૈયાર કર્યું છે અને આ લીસ્ટ અનુસાર અધિકારી દ્વારા નિયમિતપણે ગ્રામ પંચાયતની મુલાકાત લેવામાં આવશે. અને ત્યાં આ લિસ્ટ અનુસારની સુવિધા મળે છે કે કેમ તે ચકાસવામાં આવશે. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડી શાળા વગેરે નો સમાવેશ થાય છે. સરકાર દ્વારા જે કાર્ય શરૂ કરવામાં આવ્યા છે તેનું અમલીકરણ યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં તેનું નિયમન પણ તેઓ કરશે ઉદાહરણ સ્વરૂપે શાળામાં મધ્યાહન ભોજન પ્રદાન કરવામાં આવે છે તો તે ભોજનની ગુણવત્તા કેવી છે તેનો સ્વાદ કેવો છે ભોજન સમયસર મળે છે કે કેમ તે અંગેનો અહેવાલ મોરબી જિલ્લા પંચાયતને રજૂ કરશે.

દર અઠવાડિયે બે ગામની મુલાકાત લેવામાં આવશે હાલ મોરબી જિલ્લામાં 365 ગ્રામ પંચાયત છે અને 375 ગામનો સમાવેશ થાય છે.તો આ પ્રકારે જ કામગીરી થતી રહેશે અને બે મહિનામાં સમગ્ર મોરબી જિલ્લામાં આ પ્રકારની ચકાસણીની કામગીરી પૂર્ણ થઇ જશે. આ બે માસ દરમિયાન જે અધિકારીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવશે.તેનું પણ ક્રોસ ચેકિંગ મોરબી જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવશે અને તે માટે કેટલાક અધિકારીઓને રિઝર્વ રાખવામાં આવ્યા છે. જેઓ આ ફરિયાદોનું ક્રોસ ચેકિંગ કરવાનું કામ કરશે. આ ઉપરાંત TDOને પણ અમે આ કામગીરી માટે મોકલશુ. જે ટીમ માં 12 અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પ્રકારે અધિકારીઓ દ્વારા નિયમિતપણે ગામોની મુલાકાત લેવામાં આવશે. જેથી ગ્રામજનોની સમસ્યાનો અંત આવશે અને ગ્રામજનોને પણ કોઈ સમસ્યા હોય તો તે સ્વૈચ્છિક પણે અધિકારીઓને રજૂ કરી શકશે.

આ ઉપરાંત આરોગ્ય લક્ષી સેવાઓ માટે ગ્રામજનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાનો થતો હોય છે પરંતુ ગ્રામજનો અજાણ હોય છે એ કયા અધિકારીનો સંપર્ક કરવો. જેથી દરેક ગ્રામ પંચાયતની બહાર તેમના ગામને સંલગ્ન જેટલા પણ આનુસંગિક અધિકારીઓ હશે તેમના નામ હોદા અને ફોન નંબર સાથેના એક ડિસ્પ્લે બોર્ડ લગાડવામાં આવશે. જેથી ગ્રામ પંચાયતના માધ્યમથી લોકોને જે કોઈ પણ સમસ્યા હોય તે તેના સંલગ્ન અધિકારીનો ફોન દ્વારા સંપર્ક કરીને પોતાની સમસ્યાનો નિરાકરણ લાવી શકે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!