GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના બે ગુન્હાના આરોપીઓ અને એક વોન્ટેડ આરોપી ને પકડી પાડતી કાલોલ પોલીસ.

તારીખ ૨૦/૦૮/૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ નાઓએ અત્રેના જીલ્લામાં ચોરી કરતાં ઈસમો તથા નાસતા ફરતાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપલે હોય જે આધાર નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ હાલોલ વિભાગ હાલોલ નાઓ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર.પલાસ નાઓના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. જે.ડી.તરાલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે કાલોલ એમ.જી.એસ. ગરનાળા પાસે વાહન ચેકીંગ માં હતા તે દરમ્યાન હાલોલ તરફથી એક પલ્સર મોટર સાયકલ નં જીજે-૧૭-સીસી-૯૭૨૪ ઉપર બે ઈસમો (૧) ઈમરાન શોકત હુસેન ઉ.વ.૨૮ રહે. સિગ્નલ ફળીયા અનાજ ગોડાઉન પાછળ ગોધરા (૨) મોહમંદ શાકીર ઉફે બાબુ અબ્દુલ કાદીર પાતળીયા ઉ.વ.૩૭ રહે. વચલાઓઢા, રહેમનીયા મસ્જીદની સામે ગોધરા જી-પંચમહાલ નાઓ કાળા કલરના જુના વપરાયેલ કેબલના બે રોલ સાથે મળી આવતાં તેઓની પુછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય સદરી બંને ઈસમોને સી.આર.પી.સી. કલમ-૪૧(૧) ડી મુજબ અટક કરી સદરી ઈસમો પાસેથી મળેલ મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે. અને આ મુદામાલ બાબતે ખરાઇ કરતા રેલવે પોલીસ ના બે ગુન્હાના કામે મુદામાલ ચોરીમાં ગયેલા નું જણાઇ આવેલ હોય તેમજ આરોપી નં.(૨) નાનો ગોધરા એ ડીવીઝન લુંટના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય આમ,ચોરીના બે અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી તથા લુંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં કાલોલ પોલીસને સફળતાં મળેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!