GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

એરાલ ગામે આયોજીત એરાલ પ્રીમિયર લીગની ફાઇનલમાં A ગ્રુપમાં મહાકાલ અને B ગ્રુપમાં શ્રીજી ઇલેવન નો વિજય

તારીખ ૨૬/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના એરાલ ગામમાં એરાલ પ્રીમિયર લીગ સીઝન-2 નું ઉત્સાહીત સરપંચ જયદીપસિંહ દ્વારા સુંદર વ્યવસ્થા સાથે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૮ જેટલી ટીમો ના ૨૦૦ કરતા વધુ ખેલાડીઓએ ભાગ લઇ ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઈ.પી.એલ.) નિયમ અનુસાર ખેલાડીઓની વહેંચણી થઈ હતી અને ૧૮ ટીમો અલગ અલગ યુનિફોર્મ સાથે મેદાનમાં ઉતરી હતી.જેમાં દરેક ટીમના કેપ્ટન સહિતના ખેલાડીઓ એ સુંદર પ્રદર્શન કર્યું હતું જેમાં ગ્રુપ-A ની ફાઇનલમાં કેપ્ટન જગદીશભાઈની મહાકાલ ઇલેવન અને કેપ્ટન ઈમ્તિયાઝભાઈ ની કે.કે.આર.ઇલેવન આવી હતી. જેમાં જગદીશભાઈ ની મહાકાલ ટીમનો વિજય થયો હતો. જ્યારે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સારુ પ્રદર્શન કરવા બદલ અરબાઝભાઈ ને મેન ઓફ ઘ સિરીઝ અને ફાઇનલમાં સારુ પ્રદર્શન કરવા બદલ સદ્દામભાઈ ને મેન ઓફ ઘ મેચ આપવામાં આવી હતી. જ્યારે ગ્રુપ-B ની ફાઇનલ મેચમાં કેપ્ટન સુરેશભાઈની શ્રીજી ઇલેવન અને કેપ્ટન જયદીપસિંહ ની ભાથીજી સરકાર આવી હતી. જેમાં શ્રીજી ઇલેવનનો વિજય થયો હતો.જેમાં ચાર મેચમાં ૪૦૦ ઉપરાંત રન કરનાર હરેશભાઇ ભરવાડને મેન ઓફ ઘ મેચ અને મેન ઓફ ઘ સિરીઝ એરાલ સ્ટેટના દરબાર હેરી બાપુના હાથે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.આ તકે સરપંચ જયદીપસિંહ દ્વારા તમામ ટીમોને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સાથસહકાર આપવા બદલ તમામનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે આવી રીતે આયોજન કરવાનો હેતુ એ હોય છે કે તેનાથી તમાંમ લોકોઓમાં સમૂહ ભાવના અને ખેલદિલીની સાથે શારીરિક સશક્ત જેવા ગુણોનો વિકાસ થાય છે અંતે વિજેતા ટીમને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!