NATIONAL

પોતાની મરજીથી લગ્ન કરવા એ કોઈ આધુનિક ઘટના નથી, રામાયણ-મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ : હાઈકોર્ટ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક વ્યક્તિ વિરુદ્ધ એક છોકરીનું અપહરણ કરવા અને બાદમાં તેની સાથે લગ્ન કરવા બદલ દાખલ કરાયેલી FIRને રદ કરી છે અને કોર્ટે અવલોકન કરતા જણાવ્યું છે કે, ‘સ્વયંવર, એટલે કે પોતાની મરજીથી લગ્ન કરવા એ કોઈ આધુનિક ઘટના નથી. તેના મૂળ પ્રાચીન ઈતિહાસમાં શોધી શકાય છે, જેમાં રામાયણ, મહાભારત જેવા પવિત્ર ગ્રંથો સામેલ છે. શ્રી મુક્તસર સાહિબ પોલીસે 18 જાન્યુઆરી 2019ના રોજ અરજદાર પર IPCની કલમ 363 અને 366-A હેઠળ ગુનો નોંધ્યો હતો.

અરજદારની દલીલે સ્વિકાર કરતા ન્યાયાધીશ જગમોહન બંગલની ખંડપીઠે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં જાતિ અને ધર્મને ધ્યાને લીધા વિના લગ્ન એ ન તો સમજુતી છે કે ન તો કરાર… પરંતુ તે બે પરિવારો વચ્ચેનું પવિત્ર બંધન છે. આ બે વ્યક્તિઓનું શારીરિક મિલન નથી, પરંતુ તે આપણા સમાજની સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર સંસ્થા છે, જ્યાં બે પરિવારો એક બને છે. મેરેજના મહત્વને એટલા માટે વધુ સમર્થન અપાય છે કે, અપરિણીત યુગલ દ્વારા જન્મેલા એક બાળકને વિધિવત લગ્ન કરેલા યુવલના બાળક તરીકે ઓળખવામાં આવતું નથી.

હાઈકોર્ટે પ્રાચીન ગ્રંથોનો કર્યો ઉલ્લેખ

હાઈકોર્ટે કહ્યું કે,  સ્વયંવર એટલે પોતાની મરજીથી લગ્ન કોઈ આધુનિક ઘટના નથી. તેના મૂળ પ્રાચીન ઇતિહાસમાં શોધી શકાય છે, જેમાં રામાયણ, મહાભારત જેવા પવિત્ર ગ્રંથોનો સમાવેશ થાય છે. આપણું બંધારણ અનુચ્છેદ 21ના સંદર્ભમાં આ માનવાધિકારને મૂળભૂત અધિકાર તરીકે લાગુ કરે છે.

મનુષ્યને ગુના કરવા બદલ સજા થઈ શકે છે, પરંતુ…

ન્યાયાધીશ બંસલે જણાવ્યું કે, કાયદાનો ઉદ્દેશ રૂઢિગત હોય, ધાર્મિક હોય કે ધારાસભા દ્વારા બનાવેલ હોય, પરંતુ તેનો ઉદ્દેશ્ય દરેક માનવીના જીવન અને સ્વતંત્રતાનું રક્ષણ કરવાનો પણ છે. કાયદાનો ઉદ્દેશ્ય કોઈની ભૂલ વિના કોઈના સ્થાપિત જીવનમાં ખલેલ પાડવાનો નથી. એક વ્યક્તિને ગુનો કરવા બદલ સજા થઈ શકે છે. જો કે તેને માત્ર એટલા માટે સજા આપી ન શકાય, કારણ કે અન્ય કોઈને તેનું કાર્ય પસંદ આવતું નથી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!