GUJARAT

નહેરુ યુવા કેન્દ્ર નર્મદાના જિલ્લા યુવા આધિકારી વી.બુ.તાયડે વયનિવૃત થતા વિદાય સમારંભ યોજાયો 

નહેરુ યુવા કેન્દ્ર નર્મદાના જિલ્લા યુવા આધિકારી વી.બુ.તાયડે વયનિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

 

રાજપીપળા :  જુનેદ ખત્રી

 

નહેરુ યુવા કેન્દ્ર નર્મદાના યુવા વિકાસ આધિકારી વી.બુ.તાયડે વયનિવૃત થતા નહેરુ યુવા કેન્દ્ર નર્મદા કચેરી દ્વારા તેમનો વિદાય સમારંભ  નું આયોજન કરી દીઘાયુષ્ય ની પ્રાર્થના સાથે વિદાઈ આપવામાં આવી હતી. આ વિદાય પ્રસંગે તેમનો પરિવાર તેમની સાથે રહ્યા હતા.

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર નર્મદાના જિલ્લા યુવા અધિકારી વી. બી તાયાડે ની સેવા નીવૃત્તિ સમારંભ આયોજન રાજપીપલા ખાતે સરકારી અતિથિગૃહ ના સભાખંડમાં રાખવામાં આવ્યો હતો.

 

નેહરુ યુવા કેન્દ્ર ના સ્વયંસેવક પસંદગી સમિતિના સદસ્ય અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના સભ્ય ડો.પ્રેમપ્યારી તડવી તથા જિલ્લા યુવા સંયોજક સુરત નાં સચિન સર્માં  દ્વારા સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગ યુવા કેન્દ્રના ઇન્ચાર્જ જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા એ નિવૃત્ત અધિકારી વી.બુ. તાયદેનું શાલ થી સન્માન કર્યું હતું. જેમની સાથે ભરૂચ ના યુવા અધિકારી, ને  અજીતભાઈ પરીખ, નહેરૂયુવા કેન્દ્રના ચંદ્રકાંત બક્ષી, પ્રતીક્ષા પટેલ, સુરેખાબેન, એલ આઇ સી નાં ડાયરેકટર પટેલીયા મેહુલ સહીત  જિલ્લાના વિવિધ સંગઠનના સંગઠનના આગેવાનો યુવા મંડળ મહિલા મંડળના સદસ્ય વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!