NATIONAL

50થી વધુ મહિલાઓ સાથે લગ્ન કરી છેતરપિંડીનો શિકાર બનાવી

અત્યાર સુધી તમે યુવતીઓ લગ્નના નામે યુવક સાથે છેતરપિંડી આચરતી હોય તેવા કિસ્સાઓ સાંભળ્યા હશે પરંતુ હરિયાણાના ગુરૂગ્રામમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક 50 વર્ષીય આધેડ 50થી વધુ મહિલાઓને પોતાની જાળમાં ફસાવીને લગ્ન કરીને છેતરપિંડીનો શિકાર બનાવી છે. જોકે, ગુરૂગ્રામ પોલીસે આરોપી ઠગ તપેશને ઓડિશાથી ઝડપી પાડ્યો છે.

આ કેસની વિગત એવી છે કે, મૂળ જમશેદપુરના તપેશના 1992માં પ્રથમવાર કોલકાતામાં લગ્ન થયા હતા. પરંતુ લગ્નના આઠ વર્ષમાં જ તેની પત્ની અને પુત્રીને છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ બેંગ્લોરમાં સ્થાયી થઈને સ્માર્ટ હાયર સોલ્યુશન નામની જોબ પ્લેસમેન્ટ એજન્સી ખોલી હતી. જેના પગલે યુવક અને યુવતીઓને નોકરીની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી આચરતો હતો. જોકે, ઠગની આ કરતૂત લાંબા સમય સુધી ચાલી નહીં પરિણામે શાદી એપના માધ્યમથી છૂટાછેડા, વિધવા અને આધેડ વયની મહિલાઓ સાથે મિત્રતા બાંધતો હતો અને બાદમાં પોતાની જાળમાં ફસાવીને લગ્ન કરવાતો હતો. લગ્નના અમુક સમય બાદ મહિલાઓ પાસેથી રોકડ અને જ્વેલરી સહિતની કિંમતી વસ્તુઓ લઈને છેતરપિંડી આચરતો હતો.

જોકે, આ ઠગનો સમગ્ર ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે એક મહિલાએ ગુરૂગ્રામમાં ઠગ તાપશેની વિરુદ્ધમાં કેસ દાખલ કર્યો હતો. મહિલાએ જણાવ્યું કે, ઓનલાઈન શાદી એપના માધ્યમથી તેના પરિચયમાં આવી હતી. ત્રણ દિવસમાં અમે લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. લગ્નના એક મહિના બાગ આરોપી પતિ જ્વેલરી સહિત 20 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. પરિણામે મહિલાએ કોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. જેના પગલે કોર્ટે આરોપીની ધરપકડ કરવા આદેશ આપ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી તાપેશે છેલ્લા 20 વર્ષમાં એક બે નહીં પણ 50થી વધુ મહિલાઓ સાથે લગ્ન કરીને છેતરપિંડીનો શિકાર બનાવી હતી. જોકે, હાલ ગુરૂગ્રામ પોલીસે ઓડિશાના નશા મુક્તિ કેન્દ્રમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ આરોપીને ટ્રેન મારફતે ગુરુગ્રામ લાવી રહી છે. કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરશે. પરિણામે રિમાન્ડ દરમિયાન આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

Back to top button
error: Content is protected !!