JETPURRAJKOT

જેતપુરની બોસમીયા કોલેજના પ્રોફેસરને કોલેજની લાયબ્રેરીમાં હાર્ટઅટેક આવતા મોત નિપજ્યું

તા.૩ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુરની બોસમીયા કોલેજના એક પ્રોફેસરને આજે કોલેજની લાયબ્રેરીમાં હાર્ટઅટેકનો હુમલો આવ્યો હતો. અને સારવાર મળે તે પહેલાં તેનું કોલેજમાં મોત નીપજ્યું હતું. પ્રોફેસરના મોતની જાણ થતાં જ તેમની પત્ની અને પુત્ર બંને બેહોશ થઈ ગયા હતાં.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર આવેલ જી.કે એન્ડ સી.કે બોસમીયા કોલેજમાં બીસીએના પ્રોફેસર પ્રકાશ ત્રિવેદી રાબેતા મુજબ આજે સવારે કોલેજે આવ્યા હતાં. અને તેઓ લાયબ્રેરીમાં જતાં ત્યાં તેઓને છાતીમાં દુખાવો ઉપડયો હતો. જેથી બીજા પ્રોફેસરોએ ત્રિવેદી સરને ત્યાં લાયબ્રેરીમાંમાં જ સુવડાવી ગ્લુકોઝનું પાણી પીવડાવ્યું. પરંતુ તેઓ બેહોશ થઈ જતાં તેઓને તરત જ સારવાર માટે સરકારી હોસ્પીટલ લાવવામાં આવ્યા. જ્યાં ફરજ પરના ડોકટરે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતાં.


કોલેજમાં ચાલુ ફરજે પ્રોફેસરનું મોત થતાં સાથી પ્રોફેસરોમાં ગમગીની છવાઈ ગઈ હતી. અને પ્રોફેસરના પત્નીને જાણ કરતા તેમની પત્ની હોસ્પીટલ પહોંચી ને પતિનો મૃતદેહ જોતા તેણી બેહોશ થઈ ગઈ જતાં તેણીને તરત જ ત્યાંજ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અને આ દરમિયાન કોલેજના સ્ટાફ દ્વારા દસમાં ધોરણમાં અભ્યાસ કરતા તેમના પુત્રને હોસ્પીટલે લાવતા પુત્ર પણ માતાની જેમ જ પિતાનો મૃતદેહ જોઈ બેહોશ થઈ જતાં તેને પણ ત્યાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રોફેસર પ્રકાશ ત્રિવેદી મૂળ મોડાસાના વતની છે અને તેઓ છેલ્લા પંદરેક વર્ષથી બોસમીયા કોલેજમાં બીબીએના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!