AHAVADANG

આહવા ખાતે યોજાયેલ CPR તાલીમ શિબિરમાં છસોથી વધુ પોલીસ જવાનોને તાલીમ અપાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાત પોલીસ દ્વારા આયોજિત અને આઈ.એસ.એ ના સહયોગથી સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે રાજ્યમાં ૫૧ સ્થળોએ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોએ કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ લીધી..ડાંગ જિલ્લાના આહવા ખાતે કાર્ડિયો પલ્મ નરી રિસસિટેશન-CPR તાલીમ યોજાઈ હતી જેમાં જિલ્લાના <span;>છસોથી વધુ પોલીસ જવાનો તાલીમમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ રહ્યા ખાસ ઉપસ્થિત હતા.રાજ્યભરમાં ૩૭ મેડિકલ કોલેજો તથા અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકોએ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપી રાજ્યમાં એક સાથે ૫૧ સ્થળોએ સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે તા.૧૧ જૂનના રોજ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવી રહી છે, ત્યારે ડાંગ જિલ્લામાં પણ પોલીસના એક હજારથી વધુ જવાનોને આ તાલીમથી સુસજજ કરવામાં આવી રહ્યા છે, તેમ ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે આહવા ખાતે જણાવ્યું હતું.
આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે તથા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સુરતના ઉમરા પોલીસ સ્ટેશન ખાતે, તેમજ રાજયમંત્રી મંડળના સભ્યો સહિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહાનુભાવો વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહ્યા છે તેમ પણ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું.

સમગ્ર વિશ્વમાં ૦૩ થી ૭૯ ટકા લોકો કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન CPR વિષે જાણતા હોય છે. માટે આ CPR વિષે રાજ્યના નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી થાય એ આશયથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ એક ખાસ મુહિમ હાથ ધરવાનું આયોજન કરાયું છે, તેમ પણ તેમણે કહ્યું હતું.

કોરોનાકાળ પછી હાર્ટ અટેકથી નાની વયે મૃત્યુ થવાનો દર વધ્યો છે ત્યારે, માનવીની મહામૂલી જીંદગી બચાવવામાં રાજયના પોલીસ જવાનો પણ મદદરૂપ બને તે આશયથી આ તાલીમ આપવાનું નક્કી કરાયું છે. સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી ૧૦૮ને ત્વરીત બોલાવતા ૦૫ થી ૧૦ મીનીટનો સમય જતો હોય છે. તે ૦૫ થી ૧૦ મીનીટ દરમિયાન મગજ સુધી લોહી ના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે. આવુ ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે, તેમ તજજ્ઞશ્રી ડો.લોચન શાસ્ત્રીએ જણાવ્યું હતું.
આ એક દિવસીય કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) તાલીમ ડૉકટર સેલ ટીમ અને ISA ગુજરાત ચેપ્ટરના સહયોગથી યોજાઇ રહી છે. જેમાં રાજ્યના ૫૫,૦૦૦ થી વધારે ગુજરાત પોલીસ કર્મીઓને આ CPR ટ્રેનીંગ આપવામાં આવી છે. આ તાલીમમાં ડાંગ જિલ્લાના પણ છસોથી વધુ પોલીસકર્મી, જીઆરડી જવાનોને ત્રણ સેશનમાં તાલીમ આપવામાં આવી છે. તાલીમમાં ગુજરાતની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦ થી વધુ ડૉકટરો, અને તબીબી વ્યાવસાયિકો દ્વારા આ ટ્રેનીંગ સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે આપવામાં આવી રહી છે, તેમ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાએ પૂરક વિગતો આપતા જણાવ્યું હતું. આ જ સમયે આ પોલીસકર્મીઓ અંગદાન માટેની (PLEDGE) પ્રતિજ્ઞાનું રજીસ્ટ્રેશન પણ કરશે, તેમ પણ તેમણે વધુમાં કહ્યું હતું.

આ કાર્યક્રમ સમગ્ર રાજયમાં ૫૧ સ્થળો પર સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ કલાક સુધી યોજાઇ રહ્યા છે. જેમાં ૧૨૦૦ થી ૧૫૦૦ ISAના ડૉકટર તજજ્ઞો દ્વારા ટ્રેનીંગ આપવામાં આવી રહી છે. તેમજ દરેક કોલેજોમાં ૧૦-૧૨ મોડેલ (મેનીકીન) ઉપર ટ્રેનીંગ આપવા સાથે, ટ્રેનીંગ પુર્ણ થયા પછી દરેક કાર્યકરને ISA અને અંગદન માટેનું PLEDGE અને સર્ટીફિકેટ પણ એનાયત કરાશે, તેમ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટીલે વિગતો આપતા જણાવ્યું હતું.

આહવા ખાતે યોજાયેલા આ તાલીમ કાર્યક્રમના શુભારંભ અવસરે આયોજકો, તજજ્ઞો, તાલીમાર્થી જવાનો સહિત સામાજિક અગ્રણી શ્રી ગિરીશ મોદી સહિત સેવાભાવી યુવકો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!