AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદ ખાતે ગુજરાત સિવિલ ડિફેન્સ વિભાગના સહયોગથી મહિલા સ્વ-રક્ષણ અને સલામતી પર તાલીમ સેમિનારનું આયોજન કરાયું

સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ગુજરાત સિવિલ ડિફેન્સ વિભાગના સહયોગથી ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને માર્શલ આર્ટ એક્સપર્ટ અમનદીપ સિંઘ દ્વારા મહિલા સ્વ-રક્ષણ અને સલામતી પર તાલીમ સેમિનારનું આયોજન નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ અસદ શેખ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમા સોલા વિસ્તાર ના ડેપ્યુટી ચીફ વોર્ડન મેઘરાજસિંહ ઝાલા હાજર રહ્યા.

મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.દીપિકા સિંઘલની દેખરેખ હેઠળ સેમિનાર યોજાયો હતો

આ પ્રશિક્ષણ સેમિનારમાં, શ્રી અમનદીપ સિંહ અને તેમની ટીમે મહિલાઓને શીખવ્યું કે જ્યારે તેઓ ઘરેલુ હિંસા, જાતીય સતામણી, ઈવ-ટીઝિંગ, અપહરણ, ચેઈન-સ્નેચિંગ, બળાત્કાર વગેરે જેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરે ત્યારે કેવી રીતે રક્ષણ કરવું.

આ સેમિનારમાં મહિલાઓને ગુજરાત પોલીસ 181 અભ્યમ મહિલા હેલ્પલાઇન વિશે પણ માહિતી આપવામાં આવી હતી અને સ્ત્રીઓને 10 સંવેદનશીલ ભાગો પણ શીખવવામાં આવ્યા હતા જ્યાં તેઓ હુમલો કરી શકે છે અને બચાવમાં સફળતા મેળવી શકે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!