MEHSANAVIJAPUR

મહેસાણા જિલ્લાની જમિયતપુરા પ્રાથમિક શાળાને ચોથો રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2022 એનાયત કરાયો

મહેસાણા જિલ્લાની જમિયતપુરા પ્રાથમિક શાળાને ચોથો રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2022 એનાયત કરાયો
જળ સંસાધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ મહેસાણા જિલ્લાની શાળાને એવોર્ડ એનાયત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના વરદ હસ્તે તેમજ ગજેન્દ્ર સિંહ શેખાવત મંત્રી જલ શક્તિ મંત્રાલય, પ્રહલાદ સિંહ પટેલ, રાજ્ય મંત્રી જલ શક્તિ મંત્રાલય અને ખાધ પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય, બીશ્વેશ્વર ટુડુ, રાજ્ય મંત્રી જલ શક્તિ અને જનજાતિ કાર્ય મંત્રાલયની વિશેષ ઉપસ્થિતિમાં તા. 17 જૂન 2023 ના રોજ જળશક્તિ મંત્રાલય દ્વારા જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સરક્ષણ વિભાગ દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવનના પ્લેનેરી હોલમાં આયોજિત ચોથા રાષ્ટ્રીય જળ પુરસ્કાર અંતર્ગત બેસ્ટ સ્કુલ કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે મહેસાણા જિલ્લાની જમિયતપુરા પ્રાથમિક શાળાને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
આ પુરસ્કાર જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા વતી માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ડૉ.ઓમ પ્રકાશ અને જમીયતપુરા પ્રાથમિક શાળાના આચાર્ય જનકભાઈ પટેલ દ્વારા સ્વીકારવામાં આવ્યો. ચોથા રાષ્ટ્રીય જળ પુરસ્કાર માટે કુલ 11 શ્રેણીમાં 868 આવેદનપત્ર મળેલા હતા જેમાં શ્રેષ્ઠ શાળાની શ્રેણીમાં જળ સંસાધન માટે શ્રેષ્ઠ કામ કરવા માટે જમિયતપુરા પ્રાથમિક શાળા, મહેસાણાની પસંદગી કરાઈ હતી.
જમિયતપુરા પ્રાથમિક શાળા, મહેસાણા દ્વારા જળ સંરક્ષણ દ્વારા અનેકવિધ કામગીરી કરવામાં આવી રહી છે. શાળાની અંદર વરસાદના પાણીનો સંગ્રહ થાય એ માટે ૭,૦૦૦ લિટરની કેપેસિટી ધરાવતી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મધ્યાહન ભોજનમાં બગાડ થતા પાણીના બચાવ માટે સિસ્ટમ ઊભી કરવામાં આવી છે અને તેનો સમગ્ર ઉપયોગ શાળાની અંદર આવેલા છોડ અને વૃક્ષોને પાણી પાવા માટે કરવામાં આવી રહ્યો છે. જળ સંરક્ષણ અંતર્ગત બાળકોને પાણીના વપરાશ અંગેની સમજ આપવામાં આવેલ છે. શાળાના તમામ બાળકો પાણીનો વપરાશ કેવી રીતે કરવો એ અંગેની જાગૃતતા ધરાવે છે ઉપરાંત ડ્રીપ ઇરીગેશન જેવી વ્યવસ્થા પણ શાળાની અંદર કરવામાં આવેલ છે. આ શાળાને સમગ્ર શિક્ષા અંતર્ગત ગ્રીન સ્કુલ તરીકે વિકસાવવામાં આવેલ છે. જમિયતપુરા પ્રાથમિક શાળાને અગાઉ ભારત સરકારના સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારના જલ શ્રેણી અંતર્ગત પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!