GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લામાં કાનપર રાતડીયા તથા લખધીરપુર રોડ રીપેર કરાયો
MORBI:મોરબી જિલ્લામાં કાનપર રાતડીયા તથા લખધીરપુર રોડ રીપેર કરાયો
મોરબીમાં વાંકાનેરના તાલુકામાં કાનપર રાતડીયા તથા મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર સમારકામ કરવામાં આવ્યું છે.
વરસાદ બાદ સમગ્ર ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ થી માંડીને ગ્રામ્ય વિસ્તારના નાના નાના રોડ પર જ્યાં નુકસાન થયું હોય તો સમારકામ કરવા સૂચના આપવામાં આવી છે. જેના અનુસંધાને મોરબીમાં પણ માર્ગોનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં વાંકાનેરના તાલુકામાં કાનપર રાતડીયા તથા મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને રોડ પરના ખાડાનું ડામરથી પેચ વર્ક કરી રીપેરિંગ કરી દેવામાં આવ્યું છે.