DAHODGUJARAT

દાહોદ રેલ્વે સ્ટેશન વિસ્તારની હદમાં ચાલી રહેલ કન્ટ્રક્શનની કામગીરીમાં બાળકો મજુરી કરતાં નજરે પડ્યાં હતાં

તા.૨૫.૧૧.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન વિસ્તારની હદમાં ચાલી રહેલ કન્ટ્રક્શનની કામગીરીમાં બાળકો મજુરી કરતાં નજરે પડ્યાં હતાં

બાળ મજુરી રોકવા માટે સરકારે કાયદા તો ઘડ્યા પરંતુ તેના પર સાચા અર્થ અમલવારી થઈ રહી છે કે નહીં તે દિશામાં તપાસ કરવાની અને બાળ મજુરી કરાવનાર ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવાનું કામ સરકારના અધિકારીઓનું રહેતું હોય છે પરંતુ સાચા અર્થમાં આ મામલે કોઈ ધ્યાન આપતું નથી. નાનપણમાં રમવા, ભણવાની ઉંમરમાં પોતાનું અને પરિવારજનોનું ગુજરાન ચલાવવા માટે નાના બાળકો મજુરી કામે લાગી જતાં હોય પરંતુ આવા બાળકોને સાચી દિશા દેખાડવાનું કામ સરકારનું રહેતું હોય છે. આવોજ એક નજારો દાહોદ શહેરમાં જાેવા મળ્યો છે જેમાં દાહોદ રેલ્વે સ્ટેશન વિસ્તારની હદમાં ચાલી રહેલ કન્ટ્રક્શનની કામગીરીમાં બાળકો મજુરી કરતાં નજરે પડ્યાં હતાં. સંલગ્ન તંત્રની નજરો રહેમ હેઠળ બાળ મજુરી થઈ રહી છે તેમ છતાંય આ મામલે અત્યાર સુધી પણ કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!