AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના બોર્ડર વિલેજની મુલાકાતે રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગરાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વઘઈ તાલુકાના બોર્ડર વિલેજમા સમાવિષ્ટ બારખાંધ્યા ગામની જાત મુલાકાત લઈ, વિકાસકીય કામોની સમીક્ષા કરી હતી.

સમગ્ર ગામની ભૌગોલિક અને આર્થિક પરિસ્થિતિ સમજી મંત્રીશ્રીએ વિકાસકીય કામો પૂર્ણ કરવા જણાવ્યું હતુ.
બારખાંધ્યા ગામની જાત મુલાકાત દરમ્યાન ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની સરહદમાં સમાવિષ્ટ બોર્ડર વિલેજનો વિકાસ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. જેનાથી અન્ય દેશ/રાજ્યમા લોકો હીજરત કરતા અટકી શકે. સાથે જ રાજ્યની બોર્ડરમા સમાવિષ્ટ ગામડાઓનો વિકાસ થાય, લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે સંકલ્પ નિર્ધારિત કરવાનો છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડાંગ જિલ્લા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી જિલ્લાને અંધારાપટમાંથી મુક્ત કરાવ્યો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત ડાંગ જિલ્લાથી કરી હતી. તેમજ હાલમાં જ ડાંગ જિલ્લાને મેડિકલ કોલેજની ભેટ આપવામાં આવી છે. જેનાથી બાળકો આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી શકશે.

વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર બોર્ડર વિલેજના ગામડાઓને છેલ્લે નહીં પણ પ્રથમ ગામ ગણી રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ ગામડાઓની મુલાકાત કરી રહ્યા છે. મંત્રીશ્રીઓ ગામની મુલાકાત કરી તેને વિકસિત કઈ રીતે કરી શકાય તે માટે ચિંતન કરે છે.

ડબલ એન્જીન સરકાર હમેંશા લોકો માટે કાર્યરત છે. ડાંગ જિલ્લો આગવી હરોળમા આવે તે માટે સરકાર સતત કાર્યશીલ છે. ડાંગ જિલ્લામાં પાણીની સુવિધાઓ પુરી પાડવા માટે મહાકાય ડેમો નહીં પણ, નાના ડેમો બનાવી સરકાર પાણીનો પ્રશ્ન દૂર કરશે, તેમજ મહાકાય ડેમો થી વિસ્થાપિત થવાનો ભય રાખવો નહીં તેમ ગ્રામજનોને સુનિશ્ચિત કરાવ્યુ હતું.

ડાંગ જિલ્લા જિલ્લા પંચાયત માજી પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિતે જણાવ્યું હતું કે, બોર્ડર વિલેજમા સમાવિષ્ટ બારખાંધ્યા ગામ તમામ ક્ષેત્રે વિકસીત ગામ છે. શિક્ષણ, પશુપાલન શ્રેત્રે આ ગામ ખુબ જ પ્રગતી ધરાવે છે. આ ગામને આગળ લઇ જવા માટે સરકાર સતત કટ્ટીબધ્ધ છે.

નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ બારખાંધ્યા ગામની જાત મુલાકાત કરી ગામના વિકાસકીય કામોની સમિક્ષા કરી હતી. મંત્રીશ્રીએ વર્ષ 2022-23ના બોર્ડર વિલેજના આવાસ યોજનાના લાભાર્થીઓના ધરે ધરે જઇ તેઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. સાથે જ મંત્રીશ્રીએ ગામની પંચાયત કચેરી, વીર શહીદોના નામ સાથેની શિલાફલકમની મુલાકાત, આંગણવાડી અને ડેરીની મુલાકાત લીધી હતી.

મહિલાઓ ડેરી ઉધ્યોગથી વધુ આવક મેળવે તે માટે દુધાળા પશુઓની જોગવાઇ કરવા માટે મંત્રીશ્રીએ સુચન કર્યુ હતુ.

મંત્રીશ્રીની આ મુલાકાત પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, જિલ્લા સદસ્ય શ્રીમતી સવિતાબેન, વઘઇ તાલુકા પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, ભાજપ પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, મહામંત્રી શ્રી દિનેશભાઇ ભોયે, સ્થાનિક પદાધિકારો સહિત ડાંગ જિલ્લાના વહિવટી વડા તેમજ કલેક્ટર શ્રી મહેશ પટેલ, પ્રાંત અધિકારી શ્રી ચૌધરી, વધઇ તાલુકા મામલતદારશ્રી એમ.આર.ચૌધરી ઉપરાંત વહિવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓશ્રીઓ  અને ગ્રામજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!