BHUJKUTCH

આરોગ્ય સેવાઓ ખાડે જતા કોંગ્રેસનો અનોખો વિરોધ : ૭૦ હજારની વસ્તી માધાપર પીએચસી માં એક પણ ડોક્ટર ન હોતા કોંગ્રેસે CDHO ને પ્રતીક નિમણૂક પત્ર આપ્યો

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

ભુજ : કચ્છ જિલ્લાના સૌથી મોટા ગામ માધાપર નવાવાસ જુનાવાસ તથા વર્ધમાન નગરની ૭૦ હજાર જેટલી વસ્તી ની વચ્ચે ફક્ત એક જ ડોક્ટર હતા પણ છેલ્લા ત્રણ મહિનાથી રજામાં ઉતરી જતા અને છેલ્લા એક માસથી સતત ગેરહાજર રહેતા કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને સૂત્રોચાર અને આક્રોશ પૂર્વક રજૂઆત કરી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા જણાવાયું હતું કે મફત આરોગ્ય સુવિધા આપવી સરકારની ફરજ છે. કરોડના ખર્ચે બિલ્ડીંગો બનાવવામાં આવ્યા છે પરંતુ સ્ટાફ નથી ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને જનપ્રતિનિધિઓએ ખોબેખોબે મત લીધા તેઓને માટે ખરેખર શરમજનક બાબત છે. આ બાબતે જિલ્લાનું આરોગ્યતંત્ર પણ સદંતર બેદરકાર છે. પરિણામે સરકારોનો લાખો રકમ કર્મચારીઓનો પગાર વેડફાઈ રહેલ છે જેના પ્રતીક રૂપે માધાપરના દુઃખી ગ્રામજનો વતી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ફુલ માલિને માધાપર પીએચસી ના ડોક્ટર તરીકે પ્રતીક નિમણૂક પત્ર આપીને હાજર થવા જણાવ્યું હતું. ઉપરાંત દવાઓનો જથ્થો ડ્રેસર તથા મેડિકલ ઓફિસર ના અભાવે આરોગ્યના દાખલાઓ તથા અન્ય વહીવટી કામમાં પણ માધાપર ની પ્રજા હાલાકી ભોગવી રહી છે. જેથી ત્વરિત નિમણૂક તેમજ આરોગ્ય સેવાઓ સુધારવામાં નહીં આવે તો જિલ્લા પંચાયત તથા સ્થાનિક પીએચસી સેન્ટર માધાપર મુદે ઉગ્ર કાર્યક્રમો આપવાની ફરજ પડશે એવી ચીમકી પણ આવેદનપત્રમાં આપવામા આવી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!