PANCHMAHALSHEHERA

શહેરાના દલવાડા ગામે ખેતરમાં આવી ચડેલ ૨.૫ ફૂટના મગરના બચ્ચાંનું રેસ્ક્યુ કરાયું.

શહેરા…..

રિપોર્ટર નિલેશ દરજી શહેરા

12/07/2023

 

શહેરા વન વિભાગની ટીમ અને મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમી શહેરા દ્વારા ખેતરમાંથી મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.

આ મગરનું બચ્ચું દલવાડા ગામના પીપળીયા ફળિયામાં રહેતા પગી અર્જનભાઈ ધીરાભાઈના ખેતરમાં ડાંગર રોપણી કરવામાં આવી રહી હતી દરમિયાન તેઓના ખેતરમાં પાણીની અંદર મગરનું બચ્ચું દેખાતા ગ્રામ્ય વિસ્તારના લોકોને જાન કરતા ગ્રામજનોએ શહેરા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.શહેરા વનવિભાગના આર.એફ.ઓ આર.વી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમીના ચીફ કોર્ડીનેટર મનજીત વિશ્વકર્મા તેમજ તેમની ટીમ દ્વારા મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવતા તે અંદાજે ૨.૫ ફૂટનું હોય જેને સહી સલામત જંગલ વિસ્તારના તળાવમાં છોડી દેવામાં આવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!