GUJARATJUNAGADHKESHOD

કેશોદના અજાબ ગામે ખેતરમાં આવેલી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું…

કેશોદના અજાબ ગામે ખેતરમાં આવેલી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું...

કેશોદના અજાબ ગામે ખેતરમાં મગર નજરે પડતાં વનવિભાગ ને જાણ કરવામાં આવી હતી. આજ રોજ અજાબના ખેડૂત હિરેનભાઈ આંકોલા પોતાની ખેતીની જમીન પર સવારે ગયેલ તો તેમના ખેતરમાં મગર જોવા મળતા તેમણે કેશોદ વન વિભાગને ટેલીફોનીક જાણ કરતા કેશોદ વન વિભાગ દ્વારા મગર નું રેસ્કયુ કરેલ હતું . સાસણ ગીર નજીક આરક્ષિત ગીર અભ્યારણ્ય નજીક આવેલા અજાબ ગામે હિંસક વન્ય પ્રાણીઓ આવી ચડતાં હોય છે અને કોઈ પ્રકારની જાનમાલની નુકસાની થાય એ પહેલાં વનવિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. દશેરાના દિવસે પડેલા વરસાદ બાદ નદીઓમાં આવેલા પુરને કારણે મગર વહેણમાં તણાઈને આવી ચડી હોવાનું પ્રાથમિક તપાસમાં માનવામાં આવે છે. વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરી પકડી લેવામાં આવેલ મગરને એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવી છે.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!