જી.જે.એન.આર.એફ. અને વી.એસ. એસ.એમ. ના સહયોગ થી પુરગ્રસ્ત ગામોમાંમેડિકલ કેમ્પ યોજાયેલ
23 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.જે.એન.આર.એફ. અને વી.એસ. એસ.એમ. ના સહયોગ થી પુરગ્રસ્ત ગામોમાંમેડિકલ કેમ્પ યોજાયેલ.બનાસકાંઠા ના વાવ સુઈગામ વિસ્તારમાં તાજેતર માં આવેલ ભારે વરસાદ તેમજ નદીઓ ના ભારે આવેલ વહેણ ના કારણે વાવ સુઈગામ માવસરી ના અનેક ગામો માં પાણી ભરાઈ ગયેલ તેમજ સંપર્ક વિહોણા થઈ જવા પામેલ હતા તેમજ સતત પાણી ભરાઈ રહેવાથી ગ્રામિણ વિસ્તાર ના લોકો માં જાત જાતની બીમારીઓ જોવા મળીઆવેલ તેવા સંજોગો માં મિતલબેન પટેલ (પ્રમુખ વીએસએસએમટ્રસ્ટ) કે જેઓ અંતરિયાળ વિસ્તારોમાં હંમેશા સરકારશ્રી ની કોઈપણ યોજના વિશે જાણકારી નથી હોતી યા નથીપહોંચી શકતી ત્યાં તેઓ જાતે જઈ ને હંમેશા માટે દરેક બાબતની મદદ માટે તેઓ તૈયાર રહે છે તેઓ એ તાજેતર માં આ પૂરગ્રસ્ત વિસ્તાર ના લોકો ની દયનીય હાલત જોઈ ને તુરત પહેલા તબ્બકે દરેક ગામો માં મેડિકલ કેમ્પ માટેનું આયોજન કરેલ જે કેમ્પ ના દાતા જી.જે.એન.આર એફ. મુંબઈ ખાતે થી પૂરો સહયોગ સાંપડ્યો હતો અને પરિણામે જી.જે.એન.આર.એફના સંજયભાઈ કોઠારી ની સીધી જ દેખરેખ હેઠળ પાલનપુર મહાજન હોસ્પિટલ ના એડમિન ડૉ. અનુરૂપપ્રકાશ સર ના નેતૃત્વ હેઠળ અલગ અલગ પુરગ્રસ્ત અંતરિયાળ ગામો માં ખાસ મેડિકલ ટીમ મોકલી ને કેમ્પ યોજેલ કેમ્પ માં મહાજન હોસ્પિટલ ના ડો તરાલ તથા પેરામેડિકલ ટીમ ઉપરાંત વી. એસ.એસ.એમ. ના પ્રતિનિધિઓ ખડેપગે રહી લોકો ને તબીબીસહાય આપવા પ્રયત્ન કરેલ.