GUJARATJUNAGADHMANGROL

જૂનાગઢ જિલ્લાની ૪૦ કી.મી. દરિયાઈ પટી પર એસ.પી. દ્વારા પેરા ગ્લાઈડિંગથી મેગા મોકડ્રીલ

જૂનાગઢ જિલ્લાની ૪૦ કી.મી. દરિયાઈ પટી પર એસ.પી. દ્વારા પેરા ગ્લાઈડિંગથી મેગા મોકડ્રીલ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શહેર થતા તાલુકા કક્ષાના ગ્રામ્ય વિસ્તાર સુધી અનેક મેગા સર્ચ ઓપરેશન સાથે ટ્રાફિક ડ્રાઈવ યોજી કાયદો વ્યવસ્થા જળવાય રહે અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવ્યું છે ત્યારે હવે જૂનાગઢ જિલ્લાના ૪૦ કી.મી.દરિયાઈ સરહદ વિસ્તારમાં ત્રી- સ્તરીય એક્સરસાઇઝ મોકડ્રીલમાં જિલ્લાના ૪ર૬ પોલીસ અધિકારી અને SRD/GRD દ્વારા સર્ચ ઓપરેશન સાથે એસપી દ્વારા પેરા ગ્લાઈડિંગ કરી દરિયાના કાંઠા વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તેમજ જૂનાગઢ પોલીસ દ્વારા આ પ્રથમ વખત કર્યાનું જોવા મળ્યું હતું, ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં અનેક વાર ઘૂષણખોરી તેમજ ગેરકયદેસર હથિયાર સહીત નશીલા પદાર્થ ગુજરાતમાં ઘૂસાડવાના કિસ્સા સામે આવ્યા છે, ત્યારે જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા દ્વારા જિલ્લાના ૪૦ કિમિના દરિયાઈ સુરક્ષા એક્સરસાઈઝની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પોલીસની ૧૦ ટીમો દ્વારા ૪ – ૪ કિમિના ૧૦ ટીમો કરીને જમીન પર ફૂટ પેટ્રોલિંગ, બોટ દ્વારા દરિયાઈ માર્ગે પેટ્રોલિંગ સાથે એસપી હર્ષદ મેહતા દ્વારા પેરા ગ્લાઈન્ડીંગથી હવાઈ માર્ગે દરિયાઈ સરહદ વિસ્તારનું નિરીક્ષણ કરેલ હતું. આ ત્રી-સ્તરીય મોકડ્રીલ દ્વારા દરિયા કાંઠા વિસ્તારમાં કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે પેશકદમી સહીત બાબતે એસપી દ્વારા ખાસ પેરા ગ્લાઈડિંગથી હવાઈ નિરીક્ષણ કરાયું હતું તેમજ ૪૨૬ પોલીસ દ્વારા જમીન ફૂટ પેટ્રોલિંગ કરીને દરિયાઈ વિસ્તારને સુરક્ષિત કરવા ખાસ મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં આજના યુગમાં ઘણી ટેક્નોલોજી વિકસિત થઇ છે તેમાં ડ્રોન કેમરા, પેરા ગ્લાઈડિંગ સાથે પોલીસ કર્મીઓ જોડાયા હતા ત્યારે ડીવાયએસપી ડી.વી.કોડિયાતર, એસઓજી પી.આઈ એ.એમ.ગોહિલ તથા બીડીડીએસ શાખા તેમજ ૪ પીઆઈ, ૧૭ પીએસઆઈ, ૫ એએસઆઈ, ૨૮ હેડ કોન્સ્ટેબલ, ૧૧૦ હેડ કોન્સ્ટેબલ, ૭૨ એસઆરડી, ૧૮૯ જીઆરડી, મળી કુલ ૪ર૬ જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મીઓ જોડાયા હતા તેની સાથે જિલ્લાના ૧૩ લેન્ડિગ પોઈન્ટની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!