NAVSARI

નવસારી જિલ્લાના પેન્શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ | નવસારી

નવસારી જિલ્લા તિજારી કચેરી દ્વારા પેન્શન મેળવતા તમામ પેન્શનરોને જણાવવાનું કે, વાર્ષિક ખરાઇ તિજોરી કચેરી સાથે સંલગ્ન બેન્ક શાખામાં તા.૦૧/૦૫/૨૦૨૩ થી તા.૩૧/૦૭/૨૦૨૩ સુધીમાં કરાવી લેવાની રહેશે. તા.૩૧મી જુલાઇ-૨૦૨૩ સુધીમાં જે પેન્શનરોના હયાતીના ફોર્મ કચેરીને મળશે નહિ તેવા પેન્શનરોનું ઓગષ્ટ-૨૦૨૩ પેઇડ ઇન સપ્ટેમ્બર-૨૦૨૩ થી પેન્શન બંધ કરવામાં આવશે. પેન્શનરો www.jeevanpramaan.gov.in  વેબસાઇટ પર પણ ઓનલાઇન હયાતીની ખરાઇ કરાવી શકશે. જે પેન્શનરોએ આધારકાર્ડ તથા પાન કાર્ડ આપ્યા નથી તેવા પેન્શનરોએ આધાર કાર્ડ તથા પાન કાર્ડ હયાતીના ફોર્મ સાથે સામેલ કરવાના રહેશે.
વિદેશમાં રહેતા પેન્શનરોએ હયાતી નોટરી પાસે ફોટા સહિત, બેંક/શાખા, પી.પી.ઓ નંબર/ ખાતા નંબર લખીને કરાવવી અને પાસપોર્ટની નકલ સામેલ રાખવાની રહેશે. કચેરીની પૂર્વ મંજૂરી વિના જે પેન્શનરોએ બેન્કની શાખા બદલેલ હશે તેવા પેન્શનરોની હયાતીની ખરાઇ કરવામાં આવશે નહિ. પેન્શનરોએ પી.પી.ઓ.માં કરેલ સહીના નમૂના મુજબની જ સહી હયાતીના ફોર્મ પર કરવાની રહેશે. ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન જે પેન્શનરો જૂની પધ્ધતિ કે નવી પધ્ધતિ મુજબ આવકવેરો કપાવા માંગતા હોઇ તેઓએ પૂરી વિગત આપવી પડશે. સને ૨૦૨૨-૨૩ ના આવકના પ્રમાણપત્ર http://cybertreasury.gujarat.gov.in પરથી મેળવી લેવા જિલ્લા તિજોરી અધિકારી, નવસારીની યાદીમાં જણાવાયું છે.                                                

Back to top button
error: Content is protected !!