NATIONAL

૧૦૦ વર્ષ જૂના ડેમોને બંધ કરવાની સંસદીય સમિતિની કેન્દ્રને ભલામણ, ગુજરાત ના ૩૧ ડેમો નો તેમાં સમાવેશ

નવી દિલ્હી : સંસદીય સમિતિના અહેવાલમાં જૂના ડેમો બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. દેશમાં ૨૩૪ ડેમો ૧૦૦થી લઈને ૩૦૦ વર્ષ જૂના છે અને છતાં ચાલુ હાલતમાં છે. આ ડેમોને બંધ કરવાની ભલામણ સંસદીય સમિતિએ કેન્દ્ર સરકારને કરી છે. સંસદીય સમિતિએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે જો ભવિષ્યમાં આ ડેમોથી દુર્ઘટના થાય તો મોટું નુકસાન થઈ શકે છે, એ સ્થિતિ ટાળવા માટે સલામતી ખાતર ડેમો બંધ કરવા જોઈએ.

સંસદીય સમિતિએ જળ શક્તિ મંત્રાલયને જૂના ડેમો બાબતે એક અહેવાલ આપ્યો છે અને એમાં ૧૦૦ વર્ષ કે તેથી વધારે જૂના ડેમો બંધ કરવાની ભલામણ કરી હતી. સંસદીય સમિતિએ ૨૩૪ ડેમો ઓળખી બતાવ્યા હતા, જે ૧૦૦ વર્ષથી જૂના હોય. એમાંના કેટલાક ડેમો ૩૦૦ વર્ષ જૂના હોવા છતાં ચાલુ રખાયા છે. આવા ડેમો બંધ કરીને હોનારતો ટાળવાની સલાહ કેન્દ્રના જળ શક્તિ મંત્રાલયને આપવામાં આવી છે.

સંસદીય સમિતિના અહેવાલ પ્રમાણે જે રાજ્યોમાં આવા ડેમો કાર્યરત છે, તેમને કેન્દ્ર સરકારે જાણકારી આપીને ડેમો બંધ કરવાની સૂચના આપવી જોઈએ. ડેમોને બંધ કરવાની એક ખાસ પ્રક્રિયા હોય છે. ઘણાં દેશોમાં ડેમોની સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. તો ઘણાં દેશો નિયમિત રીતે જૂના ડેમના ફિટનેસ ટેસ્ટ હાથ ધરે છે અને તેની ક્ષમતાના આધારે ચાલુ રાખવાનો કે બંધ કરવાનો નિર્ણય લેવાય છે. સામાન્ય રીતે ડેમો ૧૦૦ વર્ષ માટે ડિઝાઈન કરવામાં આવે છે. એ પછી બહુ મજબૂત હોય એવા ડેમો ૧૫૦ કે ૨૦૦ વર્ષેય કાર્યરત રહે છે, પરંતુ આમ જુઓ તો ૧૦૦ વર્ષ પછી ડેમ બંધ કરી શકાય છે.

દેશમાં જૂના ડેમોનો મુદ્દો ખૂબ જ મહત્ત્વનો થઈ પડયો છે. સંસદીય સમિતિએ અહેવાલમાં કહ્યું હતું કે દેશમાં ડેમની ક્ષમતા બાબતે અને ફિટનેસ ટેસ્ટ બાબતે કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી. ડેમોનું મેઈન્ટેઈનન્સ થાય છે ખરું, પરંતુ એક વ્યવસ્થા વિકાસવવી જોઈએ, જે અંતર્ગત ડેમોની નિયમિત ચકાસણી કરી શકાય.

ભારતમાં અત્યારે કુલ ૫૨૩૪ ડેમો છે. તે સિવાય ૪૧૧ ડેમોનું બાંધકામ થઈ રહ્યું છે, જે થોડાંક વર્ષોમાં પૂરું થશે. રાજ્યો પ્રમાણે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૨૩૯૪ ડેમો છે, જ્યારે મધ્યપ્રદેશ બીજા અને ગુજરાત ત્રીજા ક્રમે છે. ભારત સરકારે ૨૦૨૧માં ડેમ સેફ્ટી એક્ટ પસાર કર્યો હતો, જે ડેમની સુરક્ષા, નિયંત્રણ, કામગીરી સહિતનું બધું એમાં આવી જાય છે. ડેમની સામે કોઈ જોખમ થાય અને જાન-માલને નુકસાન થાય તેવા કિસ્સા નિવારી શકાય. જળ શક્તિ મંત્રાલયે સંસદીય સમિતિને એવી ખાતરી આપી છે કે રાજ્ય સરકારો સાથે ચર્ચા કરીને ૧૦૦ વર્ષ કે તેથી વધુ જૂના ડેમોનું નિરીક્ષણ કરાશે અને જરૂર જણાશે તો એને બંધ કરવાનો નિર્ણય લેવાશે. સમિતિએ જળ શક્તિ મંત્રાલયને અહેવાલ અંગે ત્રણ મહિનામાં એક્શન-ટેકન રિપોર્ટ આપવા પણ જણાવ્યું હતું.

ક્યા રાજ્યોમાં કેટલા જૂના ડેમ?

રાજ્ય

ડેમ

મધ્યપ્રદેશ

૬૩

મહારાષ્ટ્ર

૪૪

ગુજરાત

૩૧

રાજસ્થાન

૨૫

તેલંગણા

૨૧

ઉત્તર પ્રદેશ

૧૭

કર્ણાટક

૧૫

છત્તીસગઢ

૦૭

આંધ્રપ્રદેશ

૦૬

ઓડિશા

૦૩

બિહાર

૦૧

કેરળ

૦૧

તમિલનાડુ

૦૧

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!