JETPURRAJKOT

નોકર- ઘરઘાટીની ઓનલાઇન નોંધણી કરાવવા આદેશ

તા.૩ મે

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ શહેરમાં બનતા લૂંટ,ધાડ, ખુન તથા અપહરણના બનાવોમાં વ્યક્તિઓ માલિકોનો વિશ્વાસ મેળવી ગુના આચરતા જોવા મળ્યા છે, ત્યારે જાહેર શાંતિ અને સલામતી જાળવવા રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે નોકર ઘરઘાટીની ઓનલાઇન નોંધણી કરાવવાના આદેશો જારી કર્યા છે.

શહેર વિસ્તારમાં મકાનો, બંગલા, દુકાનો, કારખાનાઓ, ઔદ્યોગિક એકમો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ટેક્સટાઇલ ઉદ્યોગ, હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ પ્રાઇવેટ સેક્ટરના માલિકો/ઓનલાઇન સર્વિસ પ્રોવાઇડરો/ મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં કામ કરતાં ઘરઘાટી, નોકર ,ડ્રાઇવર, રસોઈયા, વોચમેન, માળી કર્મચારી, કારીગરો/મજૂરો કે જે હાલમાં કામ પર છે તેવા તેમજ કામ ઉપર રાખવામાં આવનાર કાયમી, હંગામી, રોજિંદા કે કોન્ટ્રાક્ટના કર્મચારી/કારીગરો/મજૂરો/નોકરોની માહિતી જેવી કે મકાન માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, નોકરી પર રાખેલ વ્યક્તિનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, મકાન માલિકનું નામ- સરનામું, ટેલિફોન નંબર તથા મોબાઈલ નંબર, કામે રાખેલ વ્યક્તિનું પૂરું નામ તથા ઓળખ ચિન્હો, હાલનું પૂરું સરનામું તથા મોબાઈલ નંબર, કામે રાખેલ વ્યક્તિનું મૂળ વતનનું સરનામું તથા મોબાઈલ નંબર, કામે રાખ્યાની તારીખ, કોની ભલામણથી /ઓળખાણથી કામે રાખેલ છે તે સ્થાનિક રહીશનું પૂરું નામ -સરનામું તથા મોબાઈલ નંબર, કામે રાખેલ વ્યક્તિના બે થી ત્રણ સગા-સંબંધીના નામ તથા સરનામા અને મોબાઈલ નંબર, વોચમેન હથિયાર ધરાવતા હોય તો તેના હથિયાર લાયસન્સની વિગત તથા માન્ય એરીયા, રીન્યુ તારીખ જેવી માહિતી/ હકીકત અંગેની તમામ નોંધણી સિટીઝન પોર્ટલ વેબસાઈટ www.gujhome.gujarat.gov.in અથવા સિટીઝન ફર્સ્ટ એન્ડ્રોઇડ એપ્લિકેશન મારફતે ઓનલાઇન નોંધણી કરાવી તથા પોતાની પાસે વિગતો રાખી, પોતાના લગત વિસ્તારના પોલીસ સ્ટેશનને પણ આ માહિતી આપવાની રહેશે. આ આદેશો ૩૦/૦૬/૨૦૨૩ સુધી લાગુ રહેશ, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!