CHUDASURENDRANAGAR

ચુડા ખાતે કોમન સર્વિસ સેન્ટર ચલાવનાર યુવકને છરી બતાવી લુંટ કરી આરોપી રફુચક્કર

તા.25/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડ રૂ.6,89,000 તથા લેપટોપ રૂ.15,000 સહિત રૂ.7,04,000 મતાની લૂંટ ચલાવી નાસી ગયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાથી ગોખરવાડા તરફ જતા રસ્તા પર બે અજાણ્યા શખ્સોએ બાઈક પર આવી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા જ્યારે પોલીસે ફરિયાદના આધારે લૂંટ અંગેનો ગુન્હો દાખલ કરી નાશી છુટેલા શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે આ લૂંટ કેસમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ખાતે એસબીઆઇ બેંક વતી કસ્ટમર સર્વીસ પોઇન્ટ તથા કોમન સર્વીસ સેન્ટર ચલાવતા 24 વર્ષના સંજયભાઇ જાદવભાઇ ખાંદલા પોતાનું સ્કુટી નંબર જીજે 13 બીસી 2959 વાળુ લઇ ચૂડાથી પોતાના ગામ ગોખરવાડા તરફ જતા હતા એ દરમિયાન 3 કિલોમીટર દૂર બે અજાણ્યા શખ્સોએ કાળા અને લાલ કલરના મોટરસાયકલ પર પાછળથી આવી જોરથી પાટુ મારીને સંજયભાઇ જાદવભાઇ ખાંદલાને સ્કુટી અને થેલા સાથે પાડી દઇ મોટરસાયકલ પર પાછળ બેઠેલા શખ્સ નીચે ઉતરીને પોતાના હાથમાં રાખેલી ધારદાર છરી બતાવી પોરવી દઇશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી કાળા કલરના થેલામાં રાખેલું ડેલ કંપનીનું લેપટોપ કિં.રૂ.15,000 અને ભારતીય ચલણી નોટો રૂ.6,89,000 મળી કુ.રૂ.7,04,000 ના મત્તાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!