MEHSANAVIJAPUR

વિજાપુર અસોડા ગામના તળાવો નો રીનોવેશન કરવા ગ્રામજનો ની માંગ

વિજાપુર અસોડા ગામના તળાવો નો રીનોવેશન કરવા ગ્રામજનો ની માંગ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના અસોડા ગામે આવેલ મહાકાળી માતાના મંદિર તેમજ પ્રાચીન કાળ સુશોભિત વૈજનાથ મહાદેવ પાસે આવેલા તળાવ ની બદતર બનેલી અવસ્થાને પુનઃ જીવીત કરી તળાવનો રીનોવેશન કરવા ની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી અવાવરુ બનેલા તળાવ માં ઝારી ઝાંખડ ઉભી થતા ખૂબ જ ઉપયોગી તળાવ હાલમાં બદતર હાલત માં પડી રહ્યા છે જો બન્ને તળાવોનું રીનોવેશન કરી આસપાસ ફુલઝાડ તેમજ બગીચો બનાવવા માં આવે તો તળાવની રોનક વધી શકે છે તેમજ પશુ પક્ષીઓ માટે ઝાડ તેમજ ફૂલછોડના કારણે રાહત ઉભી થઇ શકે તેમ છે તો આસપાસ આવેલ મંદિરો ની પણ શોભા માં વધારો થઈ શકે છે સરકાર દ્વારા વિવિધ જગ્યાએ વૃક્ષા રોપણ કરવામાં આવે છે અને બાગ બગીચો બનાવી લોકોને ઉપયોગી બને તેમ કેટલાક વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પ્રાચીન એવા વૈજનાથ મહાદેવ ના મંદિર તેમજ મહાકાળી માતાના મંદિર નજીકમાં આવેલ તળાવો જો રીનોવેશન કરી બગીચા જેવું આસપાસ બનાવવા માં આવે તો મંદિરો ના દર્શન માટે આવતા લોકોને કુદરતી સૌંદર્ય નો નજારો પ્રાપ્ત થઈ શકે છે તો પશુ પક્ષીઓ માટે હાલની બળબળતી ગરમી થી બચવા માટે આશરો મળી શકે તેમ છે હાલમાં સરકાર પાણી માટે ઠેરઠેર ચેકડેમો બનાવી રહી છે ત્યારે પડી રહેલા તળાવ ને ઊંડા કરી રમણીય સ્થળ બનાવે તો હરણ ફાળ વિકાસ માં એક વધુ પીંછું ઉમેરાય તેમ છે જેને લઇને હાલમાં તળાવ ના વિકાસ ના મુદ્દે ગ્રામજનો માં માંગ પ્રબળ બની છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!