MEHSANAVIJAPUR

વિભાગીય નાયબ નિયામક અને તેમની ટીમે સિવિલ હોસ્પિટલ વિસનગરની મુલાકાત લીધી

વિભાગીય નાયબ નિયામક અને તેમની ટીમે સિવિલ હોસ્પિટલ વિસનગરની મુલાકાત લીધી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગાંધીનગરથી વિભાગીય નાયબ નિયામક ડો.સતીષભાઈ મકવાણા અને તેમની ટીમે સિવિલ હોસ્પિટલ વિસનગર ખાતે તૈયાર થયેલ અધ્યતન ટેલિ આઇ સી યુની મુલાકાત લીધી હતી.આ ટેલિ આઇ સી યુને વધુ સુવિધાસભર અને આધુનિક બનાવવા તેમજ યુ એન મેહતા હોસ્પિટલના તજજ્ઞ ડોકટરો દ્વારા આઇ સી યુ માં દાખલ થયેલા દર્દીઓને વિડીયોકોન્ફરન્સ દ્વારા મોનીટરીંગ કરી આધુનિક સુવિધા આપી શકીએ એ મુજબનું રોલ મોડલની વ્યવસ્થા ઊભી કરવા ચર્ચા કરવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલ વિસનગર ખાતે ફારવેલ અતિ આધુનિક મશીનથી સુસજ્જ PHL લેબોરેટરી ઇન્ટીગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી બનાવવા તેમજ નવીન બાંધકામ વિષે ચર્ચા વિમર્શ કરી વધુમાં વધુ સુવિધાયુક્ત બનાવવા ચર્ચા કરાઈ હતી.સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ.પારૂલબેન પટેલે હોસ્પિટલમાં ચાલતી દર્દીઓને પુરી પાડવામાં આવતી સુવિધાથી માહિતગાર કર્યા હતા.
આ વેળાએ હોસ્પિટલના તમામ મેડિકલ ઓફિસરો,તમામ નર્સિંગ સ્ટાફ તેમજ પેરામેડિકલ સ્ટાફ હાજર રહ્યો હતો એમ અધિક્ષક સિવિલ હોસ્પિટલ વિસનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!