GUJARAT

દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા માટે મુશ્કેલી વધી : નર્મદા જિલ્લા બહારની શરતો રદ કરવા અરજી રાજપીપળા સેશન્સ કોર્ટે ફગાવી

દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા માટે મુશ્કેલી વધી : નર્મદા જિલ્લા બહારની શરતો રદ કરવા અરજી રાજપીપળા સેશન્સ કોર્ટે ફગાવી

 

દેડીયાપાડા વિધાનસભાના ૨.૨૨ લાખ મતો ભરૂચ લોકસભા માટે નિર્ણાયક હોય પ્રચાર કરવા નર્મદા જિલ્લામાં પ્રવેશની મંજુરી માંગી હતી

 

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

દેડીયાપાડા ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા માટે મુશ્કેલી વધી છે. નર્મદા જિલ્લા બહારની શરતો રદ કરવા રાજપીપળા સેશન્સ કોર્ટ માં અરજી કરી હતી જે કોર્ટે નામંજૂર કરીન હવે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી શકે છે.

 

ભારતમાં લોક સભાની ચૂંટણી ની જાહેરાત થઈ ગઈ છે અને એ પૂર્વે રાજકીય પાર્ટીઓ એ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે આમ આદમીનાં ધારાસભ્ય ચૈતર વસાવા ઇન્ડીયા ગઠબંધનમાં કોંગ્રેસ સમર્થન સાથે ભરૂચ લોકસભા બેઠક પર.ચૂંટણી લડવાનાં છે અને દેડીયાપાડા વન કર્મીઓ પર હુમલાના કેસમાં ધારાસભ્ય નર્મદા જિલ્લામાં પ્રવેશ નહિ કરવા નાં સરતી જામીન પર છૂટેલા હોય, દેડીયાપાડા વિધાનસભાના 2,22,700 મતદારો ભરૂચ બેઠક ની જીત માટે મોટો આધાર રાખતો હોય ધારાસભ્ય નર્મદા જિલ્લાના દેડીયાપાડા સાગબારાના મતદારો ને મળવા ચૂંટણી પ્રચાર કરવા જઈ શકતા નાં હોય કોર્ટે મુકેલ સરતો રદ કરવા ની અરજી સેસન કોર્ટ રાજપીપળા ખાતે કરતા જે અરજીની સુનવણી પણ નામદાર કોર્ટમાં થઈ ગઈ હતી. જો કે હુકમ નામદાર કોર્ટ સોમવારે આપતા અરજી નામંજૂર કરી છે એટલે ધારાસભ્ય હજુ પણ નર્મદા માં પ્રચાર કરવા નહિ આવી શકે.

 

ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાના ઉમેવાર હોય તેમના વકીલ સુરેશ જોષી દ્વારા કરવામાં આવેલ અરજી માં લોકશાહી ની આ ચૂંટણી માં પ્રજાના પ્રતિનિધિ હોય ચૂંટણી જાતે લડતા હોય જનસંપર્ક માટે મતો માંગવા માટે ડેડીયાપાડા મત વિસ્તાર તેમનો પોતાનો મતવિસ્તાર હોય એટલે પ્રવેશ નહિ કરવા ના નિયમ શરત ને નામદાર કોર્ટ દ્વારા રદ કરવામાં આવે તો તેઓ પ્રચાર કરવા જઈ શકે. પરંતુ સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ તરફથી દલીલ કરવામાં આવી કે પ્રજાના પ્રતિનિધિ હોવા છતાં પોલીસ ને મદદ નથી કરી સાથે શરતી જમીન પર છૂટ્યા હોવા છતાં બહાર નીકળી જાહેર સભાઓમાં પોલીસ વિરુદ્ધ બેફામ ઉચ્ચારણો કર્યા હોય જો નર્મદા માં આવા ઉચ્ચારણો કરતા અશાંતિ ડહોળાય સ્થાનિક તેમના સર્મથકો ઉસ્કેલરાઈ જેવી દલીલો ને લઈને નર્મદા માં પ્રવેશ નહિ આપવા દલીલ કરતા નામદાર કોર્ટે અરજી નામંજૂર કરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!