મહેસાણા પોલીસ હેડક્વાર્ટરથી ગુરુદ્વારા હાઈવે સુધી ઝડપથી રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે અનુરોધ કર્યો
વાત્સલ્યમ સમાચાર વિજાપુર
મહેસાણા જીલ્લા ના સાંસદ સભ્ય હરિભાઈ પટેલે લોકસભામાં મહેસાણા શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરથી ગુરુદ્વારા હાઇવે સુધી રેલ્વે ઓવરબ્રિજ બનાવવા માટેની રજૂઆત કરી હતી. લોકસભાના માનનીય અધ્યક્ષશ્રી ઓમ બિરલા સમક્ષ સાંસદશ્રીએ ઝીરો અવર્સમાં રજૂઆત કરી હતી કે મહેસાણા એક મોટું વિકસિત શહેર છે અને રેલ્વે સ્ટેશનના બંને બાજુ વસેલું શહેર છે ત્યારે એક તરફથી બીજી તરફ જવા માટે જુના અંડરપાસ -ગોપીનાળા અને ભમરીયા નાળાથી બાળકો તેમજ સામાન્ય નાગરિકોને પસાર થવાનું હોય છે હોસ્પિટલ અને સ્કૂલો માટે આવન જાવનમાં, વિશેષ તો ચોમાસાના સમયમાં અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં જ પડેલા વરસાદમાં આ બંને નાળા ભરચક ભરાતા સ્થાનિક નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. ક્યારેક આ નાળાઓના પગલે દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં ખૂબ મુશ્કેલી ઉભી થાય છે. ત્યારે તમારા માધ્યમથી રેલવેમંત્રીશ્રી ને હું આગ્રહ કરું છું કે મહેસાણા શહેર પોલીસ હેડક્વાર્ટર્સથી ગુરુદ્વારા હાઈવે સુધી રેલવે ઓવરબ્રીજ બને એટલો ઝડપથી તૈયાર કરવામાં આવે. આ સાથે હું એ પણ કહું છું કે મારા અગાઉ પણ આ રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરાતી રહી છે.ઉલ્લેખનીય છે કે મહેસાણા વિકસિત શહેર છે અને રેલવે સ્ટેશનની બે બાજુ શહેરનો વિકાસ થયેલો હોવાથી શહેરીજનોને એક તરફ થી બીજી તરફ જવા માટે જુના અંડરપાસમાંથી પસાર થવું પડે છે.ચોમાસામાં જ્યારે વધુ વરસાદ પડે ત્યારે આ રસ્તાઓ બંધ થઈ જાય છે. આ સમયે હોસ્પિટલના દર્દી , શાળાએ જતા બાળકો અને અન્ય લોકોને અવર જવરમાં ખૂબ તકલીફ પડે છે. વરસાદી પાણીનો ભરાવો અને ટ્રાફિક સમસ્યાને લઈને મહેસાણા લોકસભાના સાસંદશ્રી હરિભાઈ પટેલે આજે સસંદમાં મહેસાણા શહેરની સમસ્યાને આપી વાચા આપી હતી.