વિજાપુર રેફરલ હોસ્પિટલ ની એસ કે હોમીયોપેથીક મેડિકલ કોલેજ વિસનગર ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓએ હોસ્પીટલ ની માહિતી મેળવી મુલાકાત કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રેફરલ હોસ્પિટલ ની એસ કે હોમિયોપેથીક મેડિકલ કોલેજ વિસનગર ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ હોસ્પિટલની કામગીરી તેમજ હોસ્પીટલ મા આપવા મા આવતી દર્દીઓ ને સારવાર અંતર્ગત માહિતી મેળવવા માટે મુલાકાત કરી હતી. રેફરલ હોસ્પિટલ ના અધિક્ષક ડો ઇન્દ્રેશ ભાઈ જે પટેલે હોમીયોપેથીક મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ ને માહિતી પૂરી પાડી હતી. મેડિકલ હોમિયો પેથીક કોલેજ ના સાથે આવેલ પ્રોફેસર ડો. તારીક ખાન પઠાણે વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ ને હોસ્પિટલ ના વિવિધ વોર્ડ અને ઓપરેશન રૂમ લેબોરેટરી રૂમ હોમીયો થેરાપી વિભાગ એક્ષેરે વિભાગ તેમજ ગાયનેક વિભાગ સહિતની માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થિનીઓએ દર્દીઓ સાથે વાર્તાલાપ કરી માહિતી લીધી હતી. ડો. તારીક ખાન પઠાણ તેમજ ડૉ રાહુલે જણાવ્યું હતુ કે એસ કે હોમીયો પેથિક મેડિકલ કોલેજ ના નવા આવેલ વિદ્યાર્થીઓ ને સરકારી હોસ્પીટલ અને દવાખાના વિશે પ્રાથમિક માહિતી ની જાણકારી માટે રેફરલ હોસ્પીટલ ની મુલાકાત લીધી છે અને હોસ્પીટલ મા દાખલ થયેલ દર્દીઓ સાથે વાર્તા લાપ કર્યો હતો. અહીંના મેડિકલ સ્ટાફ દ્વારા સંપૂર્ણ સહકાર આપ્યો હતો.