GUJARATIDARSABARKANTHA

દિવાળીના તહેવારોમાં દીવડાઓનું વેચાણ કરી માનસિક દિવ્યાંગ બાળકો પગભર બનશે

દિવાળીના તહેવારોમાં દીવડાઓનું વેચાણ કરી માનસિક દિવ્યાંગ બાળકો પગભર બનશે

**********

માનસિક દિવ્યાંગ બાળકોએ તાલીમ લઈ છ હજાર જેટલા દીવડા બનાવ્યા

*************

સાબરકાંઠા હિંમતનગર મોતીપુરા વિસ્તારમાં ચાલતી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોને પ્રવૃત્તિશીલ રાખવા દીવડા બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. આ દિવાળીના તહેવારમાં દિવડાઓનું વેચાણ કરી બાળકો પોતે પગભર બને અને ભવિષ્યમાં આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે શિક્ષણની સાથે ઉદ્યોગની તાલીમ અપાય છે.

આ સંસ્થાના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલે જણાવ્યું કે, આ સંસ્થામાં 18 વર્ષથી ઉપરના બાળકોને વિવિધ વસ્તુઓનું નિર્માણ કરતા શીખવા આમાં આવે છે. આ દિવાળી નિમિત્તે આ બાળકો તથા દીકરીઓ છ હજાર જેટલા દીવડા તૈયાર કર્યા છે. આ બાળકોએ બનાવેલા દીવડાનું સ્થાનિક કક્ષાએ વેચાણ કરાય છે આ વેચાણ ન નફો કે ન નુકશાનના ધોરણે કરાય છે. 18 વર્ષથી ઉપરના બાળકોને તથા દીકરીઓને પગલુછણીયા, મીણબત્તી, કોડિયા, તોરણ, ઝુમ્મર, કવર, ફુલના બુકે તેમજ રાખડીયો તથા સિવણની તાલીમ વગેરે આપવામાં આવે છે. માનસિક દિવ્યાંગ બાળકોને આ રીતનું શિક્ષણ આપવા માટે ખૂબ જ ધીરજ અને ખંતની જરૂર પડે છે. આ દીકરીઓની સતત સાથે રહીને આ કાર્ય કરવું પડે છે આ પ્રવૃત્તિ કરવી આ દીકરીઓને ખૂબ ગમે છે. શણગારેલા દીવડામાંથી રેલાતો પ્રકાશ તેમના મનની પવિત્રતાની સુવાસ ફેલાવે છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!