GUJARATPANCHMAHALSHEHERA

શહેરા:- પંચમહાલ આરોગ્ય શાખા હેઠળ તાલુકા હેલ્થ કચેરી શહેરા દ્રારા વિવિધ ગામોમાં નોંધાયેલ દિવ્યાંગ લાભાર્થી ઓને તેઓની વિકલાંગતા માં રાહત થાય તેવા સાધનો માટે શારીરિક મૂલ્યાંકન કેમ્પ યોજાયો હતો

શહેરા

નિલેશકુમાર દરજી શહેરા

ભારત સરકાર નાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજના હેઠળ કૃત્રિમ અંગ નિર્માણ નિગમ દ્વારા પંચમહાલ જીલ્લા નાં વહીવટી તંત્ર તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સહયોગ થી જીલ્લા પંચાયત પંચમહાલ આરોગ્ય શાખા હેઠળ તાલુકા હેલ્થ કચેરી શહેરા દ્વારા વિવિધ ગામો માં નોધાયેલ દિવ્યાંગ લાભાર્થી ઓ ને તેઓની વિકલાંગતા માં રાહત થાય તેવા સાધનો માટે શારીરિક મૂલ્યાંકન કેમ્પ નું આયોજન આજ રોજ તા. ૦૫/૧૨/૨૦૨૩ નાં રોજ પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર ગમનબારિયા નાં મુવાડા ખાતે લાભાર્થીઓ ને એકત્રિત કરી સંકલન કરી નોધણી કાર્યવાહી કરવામાં આવી જેમાં બહોળી સંખ્યામાં દીવ્યાન્ગો હાજર રહ્યા .આ કેમ્પ માં અસ્થીસબંધી, અંધ, બહેરા મૂંગા, માનસિક વિકલાંગ વિગેરે અલગ વિકલાંગ વ્યક્તિઓ ને મળવા પાત્ર સાધન સામગ્રી જેમ કે ટ્રાયસિકલ, વિહલ્ચર,મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ, વ્હીલચેર, બગલઘોડી, હિયરીંગ મશીન, સ્માર્ટકેન, સ્માર્ટ ફોન, બ્રેઇલ કિટ જેવા વિવિધ સાધનો દ્વારા તેઓની વિકલાંગતા માં સહાય મળે તે માટે પાત્રતા નક્કી કરવામાં આવી જેઓ ને આગામી કાર્યક્રમો માં લાભ આપવામાં આવશે અને કૃત્રિમ અંગો દ્વારા અપંગતા દુર કરવા માટે આગળ ની સારવાર માટે નક્કી કરી દીવ્યાન્ગો ને વધુ સુવિધા અને સ્વતંત્રતા મળે તે માટે ની કાર્યવાહી કરવામાં આવી.સદર કેમ્પ માં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ચોધરી સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર ભરત ગઢવી સાહેબ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું, સમગ્ર કેમ્પ નું સંચાલન પ્રા.આ. કેન્દ્ર નાં મેડીકલ ઓફિસર અજયસિંહ ખાંટ દ્વારા સ્ટાફ સાથે સુવિધા પૂરી પાડી કેમ્પ નું સફળતા પૂર્વક આયોજન કરેલ હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!