GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

મકરસંક્રાતિમાં પ્રતિબંધિત ચાઇનિઝ/પ્લાસ્ટિક દોરી તથા ચાઇનિઝ તુક્કલનુ વેચાણ કરે તે પહેલા બે શખ્સોને દબોચી લેતી મેંદરડા પોલીસ

મકરસંક્રાતિમાં પ્રતિબંધિત ચાઇનિઝ/પ્લાસ્ટિક દોરી તથા ચાઇનિઝ તુક્કલનુ વેચાણ કરે તે પહેલા બે શખ્સોને દબોચી લેતી મેંદરડા પોલીસ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : આગામી સમયમાં મકરસંક્રાતિનો તહેવાર આવતો હોય જે અનુસંધાને જુનાગઢ જીલ્લામાં ચાઇનીઝ દોરી, પ્લાસ્ટીક દોરી તથા ચાઇનીઝ તુક્કલનુ વેચાણ કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ડીઆઈજીપી નિલેશ ઝાઝંડીયા તથા જુનાગઢ જીલ્લા પોલીસવડા હર્ષદ મહેતા આદેશ કરેલ હોય.
જે અનુસાર જુનાગઢ ડિવિઝનના DYSP હિતેષ ધાંધલ્યાના જરૂરી માર્ગદર્શન હેઠળ મેંદરડા પીએસઆઈ વાય.પી.હડીયાએ ચાઇનીઝ/પ્લાસ્ટીક દોરીનુ વેચાણ કરતા શખ્સોને પકડી પાડવા માટે મેંદરડા પોલીસ સ્ટાફને તથા બીટ/ઓ.પી સ્ટાફ ને અલગથી બ્રીફીંગ કરી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા સુચના આપેલ. જે અન્વયે હેડ.કોન્સ. ડી. એન. ગળચર, હેડ.કોન્સ એસ.ડી સોંદરવા પો.કોન્સ. રાજેશભાઇ વિજયભાઈ, અનિલભાઇ બાબુભાઇ જમોડ સહિત પો.સ્ટાફ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે મેંદરડા-વિસાવદર રોડ ઉપર ગ્રામ પંચાયતની દિવાલ પાસે ટેબલ કાઉન્ટર રાખી સફીકભાઇ સકુરભાઈ નામનો ઇસમ ટેબલ કાઉન્ટર ગ્રામ પંચાયતની દિવાલ પાસે રાખી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી તથા તુક્કલ (બલુન)નુ વેચાણ કરે છે, તેમજ મેંદરડા પાદર ચોક પાસે રોડ ઉપર ડી.કે પાનની બાજુમા ટેબલ કાઉન્ટર રાખી મુસ્તાકભાઇ કોરડીયા નામનો ઇસમ પોતાની દુકાનમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરી તથા તુક્કલ (બલુન)નુ વેચાણ કરે, જે હકીકત આધારે બન્ને જગ્યાએ અલગ અલગ રેઇડ કરતા આરોપી સફીકભાઇ સકુરભાઇ સોલંકી તથા મુસ્તાકભાઈ યુનુસભાઇ કોરડીયાને પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની નાની મોટી ફીરકી તથા ચાઇનીઝ તુકકલ (બલુન) સાથે બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!