NAVSARI

નવસારી: કુદરતી આપતીઓ માનવ મૃતક સહાય હેઠળ મૃતકના વારસદારને રૂ. આઠ લાખની સહાય અપાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના ખડસુપા ગામે તારીખ ૧૬/૦૭/૨૦૨૩ના રોજ મધરાત્રે પડેલ ભારે વરસાદનાં કારણે  આકસ્મિક મકાનની દીવાલ તૂટી પડતા મકાનના કાટમાળમાં નીચે દબાઈ જવાથી સુમનભાઈ ઝવેરભાઈ હળપતિ અને શ્રીમતી જસુબેન સુમનભાઈ હળપતિ સ્થળ પર અવસાન પામ્યા હતા . કુદરતી આપતી માનવ મૃત્ય સહાય હેઠળ તેમના વારસદાર પુત્ર લાલુભાઈ સુમનભાઈ હળપતિને તેમના પીતાશ્રી સ્વ. સુમનભાઈ ઝવેરભાઈ હળપતિના  રૂ.૪,૦૦,૦૦૦/- અને તેમના માતાશ્રી સ્વ. જસુબેન સુમનભાઈ હળપતિના રૂ.૪,૦૦,૦૦૦/-  મળી કુલ રૂ.૮,૦૦,૦૦૦/- ની સહાયનો ચેક તાલુકા પંચાયત કચેરી નવસારી ખાતે ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈના હસ્તે આપવામાં આવ્યો છે . આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી વિભૂતિ ડી સેવક , નવસારી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ , ખડસુપા સરપંચશ્રી , ખડસુપા તલાટીશ્રી હાજર રહ્યાં હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!