GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લામાં તા.૨૪ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ

જિલ્લાના ૪૯૩ ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નીકળશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં તા.૨૪ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભનો થશે. તા.૨૪મી નવેમ્બરે વંથલીના કણજા અને કણજડી, ભેસાણના બરવાળા અને ખજુરી હડમતીયા, કેશોદના મુવાણા અને રાણીંગપરા તથા માળિયાના પીખોર અને પાણીધ્રામાં વિકસિત ભારત યાત્રાનો રથ પહોંચશે. આ યાત્રા જિલ્લામાં તબક્કાવાર ૪૯૩ ગ્રામ પંચાયતમાં નીકળશે.
આ યાત્રાના માધ્યમથી કેન્દ્ર-રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા તમામને આવરી લેવાની તંત્રની નેમ છે. આ માટે ગ્રામ્ય કક્ષાએ પાત્રતા ધરાવતા લોકોને જુદી જુદી યોજનાઓનો લાભ આપવા માટે વિશેષ જનજાગૃતિ ઊભી કરવામાં આવશે. સાથે જ યાત્રા દરમિયાન લાભ મળવાપાત્ર હોય તેવા લાભાર્થીની નોંધણી પણ કરવામાં આવશે. આમ, એક પણ લાભાર્થી કેન્દ્ર-રાજ્ય સરકારનીઓના લાભથી વંચિત ન રહે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.
આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાથે હેલ્થ કેમ્પ, પશુ સારવાર કેમ્પ, સેવા સેતુ સહિતના પ્રજાકીય પકલ્પોનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
આ યાત્રા દ્વારા ગ્રામીણ કક્ષાએ આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના,દિન દયાલ અંત્યોદય યોજના,પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન, કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી પોષણ અભિયાન હર ઘર જલ-જલ જીવન મિશન, સ્વામિત્વ યોજના, જન ધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી પ્રણામ અને નેનો ફર્ટિલાઇઝર યોજના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

 

Back to top button
error: Content is protected !!