GUJARATPANCHMAHALSHEHERA

શહેરા તાલુકાના વાંટાના મુવાડા ગામના આર્મી જવાન રાજેન્દ્રસિંહ બારીયા વયનિવૃત થતા ભવ્ય સ્વાગત

શહેરા

નિલેશકુમાર દરજી શહેરા

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વાંટાના મુવાડા ગામના વતની અને ઈન્ડીયન આર્મીના ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ બારીયા વય નિવૃત થતા તેમનુ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ.શહેરા ખાતેથી ખુલ્લી જીપમા આર્મી જવાન રાજેન્દ્રસિંહ બારિયાની સન્માનયાત્રા યોજાઈ હતી. તેમને ફુલનો હાર પહેરાવી ફટાકડા ફોડવામા આવ્યા હતા. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વાંટાના મુવાડા ગામના રાજેન્દ્રસિંહ બાબરસિંહ બારિયા વયનિવૃત થતા તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.શહેરા બસ સ્ટેશન ખાતે તેમના પરિવારજનો અને ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામા આવ્યુ હતુ. પરિવારજનો દ્વારા તેમને ફુલહાર પહેરાવીને શુભકામના પાઠવામા આવી હતી. શહેરા બસ સ્ટેશન ખાતેથી આર્મી જવાન રાજેન્દ્રસિંહ બારિયાની સન્માનયાત્રા કાઢવામા આવી હતી.ખુલ્લી જીપમા તેમને સૌ ગ્રામજનોનુ પણ અભિવાદન ઝીલ્યુ હતુ.ત્યારબાદ તેઓ પોતાના વતન વાટાના મુવાડા ડીજેના તાલે દેશભક્તિના ગીતોના માહોલ સાથે પહોચતા ત્યા ગ્રામજનો તેમજ આગેવાનો દ્વારા તેમનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!