PANCHMAHALSHEHERA

પંચમહાલમાં પતંગ દોરીથી ત્રણ અલગ અલગ બનાવ બનતા સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં 108 મારફતે ખસેડાયા

પંચમહાલ::

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

પતંગ દોરોઓ આવી જતાં વધુ બે બાઈક ચાલકો ઇજાગ્રસ્ત થયા છે. બાઇક ચાલકો પોતાના જીવ બચાવવા જતાં માર્ગ ઉપર ફટકાયા હતા. જેમાં એક યુવક મોરવા હડફ તાલુકાના મોજરી ગામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ગળામાં પતંગની દોરી આવી જતા જ તેને સ્વ બચાવ માટે દોરો પકડવા જતા સ્ટીયરીંગ નો કાબુ ગુમાવ્યો હતો અને માર્ગ ઉપર પટકાતા પગ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પછી હતી .આ ઉપરાંત દેવગઢબારિયા ના મોટીઝરી પાસે બાઈક લઈને માર્ગ ઉપર થી પસાર થતા યુવક ના ગળામાં અચાનક પતંગની દોરી આવી જતા તે પણ માર્ગ પર પટકાયો હતો જેથી ઇજાઓ પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો છે.જયારે વધુ એક વ્યક્તિ
શહેરાના રેણા પાસે ચાઈનીઝ પતંગ દોરી થી યુવક નું ગળું કપાયુ હતૂ.
યુવક પોતાના ઘરે થી બાઇક લઈને પેટ્રોલ પુરાવવા જતો હતો ત્યારે રસ્તામાં ગળાના ભાગે દોરી આવી યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.
ગળા માં ગંભીર ઇજાઓ થઈ હોવાથી ઓક્સિજન સાથે 108 મારફતે જ યુવકને વધુ સારવાર માટે વડોદરા કરાયો રીફર કરવામાં આવ્યો હતો..

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!