GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રવાપર રોડપર બાઇક સ્ટંટ કરનાર ઝડપાયો: પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું
MORBI:મોરબીના રવાપર રોડપર બાઇક સ્ટંટ કરનાર ઝડપાયો: પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું
શહેર અને જીલ્લામાં બાઈક સ્ટંટ કરતા વિડીયો એક બાદ એક વાયરલ થઇ રહ્યા છે જેમાં રવાપર રોડ પર એક ઇસમ બાઈક પર સુઈને જોખમી સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો જે આરોપીનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું
મોરબીના રવાપર રોડ પર એક ઇસમ બાઈક પર જોખમી સ્ટંટ કરતો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરી પોતાની તેમજ અન્યની જિંદગીને જોખમમાં મુકનાર ઇસમની પોલીસે શોધખોળ હાથ ધરી હતી જે વાહન નંબરને આધારે પોલીસે આરોપી મંજુરહુશેન અશરફખાન પઠાણ નામના ઈસમને દબોચી લીધો હતો અને આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું