GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ તાલુકાના ગ્રામ્યમાંથી સગીરાને લગ્નની લાલચે ભગાડી જતા ફરિયાદ નોંધાઈ

Halvad:હળવદ તાલુકાના ગ્રામ્યમાંથી સગીરાને લગ્નની લાલચે ભગાડી જતા ફરિયાદ નોંધાઈ :રીપોર્ટ વિશાલ જયસ્વાલ હળવદ

 

 

હળવદ તાલુકાના એક ગામમાં વાડીએ ખેતમજૂરી કરતા પરિવારની ૧૭ વર્ષીય દીકરીને લગ્નની લાલચે બદકામ કરવાના ઇરાદે ભગાડી જતા સગીરાના પિતા દ્વારા આરોપી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ પંથકના એક ગામમાં ખેત મજૂરી કરી પેટિયું રળતા પરિવારની દીકરી સગીર વયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે આરોપી ગોપાલ રૂડાભાઇ ઠાકોર રહે. જુના માલણીયાદ તા.હળવદવાળો ગત તા.૨૮/૦૫ના રોજ રાત્રી દરમિયાન ૧૭ વર્ષ ૨ માસની સગીરાને ભગાડી ગયો હતો. ત્યારે ખેતમજૂરી કરતા પરિવારજનોએ ઘરમેળે સાગા વ્હાલા તેમજ ઓળખીતામાં પોતાની દીકરી અંગે તપાસ શરૂ કરી હતી પરંતુ આજદિન સુધી કોઈ સગડ ન મળતા આખરે સગીરાના પિતા દ્વારા હળવદ પોલીસ મથકમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!