HALOLPANCHMAHAL

ગોધરા ખાતે આવેલી ડીસ્ટ્રીક ઇન્સ્પેકટર લેન્ડ રેકર્ડ કચેરીમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા બળવંતસિંહ જે.પગી વયનિવૃત થતા વિદાય સમારોહ યોજાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨.૭.૨૦૨૩

સરકારી અધિકારી અને કર્મચારી માટે જે દિવસ હાજર થાય તે અને નિવૃત થાય તે માટે મહત્વના હોય છે.ગોધરા ડીસ્ટ્રિક ઇન્સ્પેકટર લેન્ડ રેકર્ડની કચેરી ખાતે સર્વેયર તરીકે ફરજ બજાવતા બળવંતસિંહ પગીવયનિવૃત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો.વિદાય સમારોહમાં મૂખ્ય મહેમાન તરીકે ગોધરા પ્રાન્ત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત ઉપસ્થિત રહ્યા હતા.તેમને ફુલહાર પહેરાવીને સાલ ઓઢાડી અને મોમેન્ટો આપીને નિવૃતજીવન સૂખમય રહે તેવી શુભકામના પાઠવી હતી.તેમને પ્રાસંગિક ઉદબોધનમા જણાવ્યુ હતૂ કે સરકારી અધિકારી કે કર્મચારી નોકરીમાં આવે છે.તેના ઘણા અનુભવો હોય છે.તેમને લોકો તરફથી સારા નરસા અનૂભવો થાય છે.આપણે મળેલી ફરજ નિષ્ઠાથી કરીશુ તો આપણા ગયા પછી પણ લોકો આપણને યાદ રાખશે.વધુમાં તેમને સર્વેયર બળવંતસિંહ પગી સાથે કામ કરવાનો અનુભવ શેર કરતા જણાવ્યુ હતુ કે મને પગીજી સાથે સાત-આઠ મહિના જેટલો કામ કરવાનો અનુભવ છે.તેમને જમીન સંપાદનની બધી જ બાબતોનો ખ્યાલ છે.કલેકટર સાહેબને પણ કઇક જાણવૂ હોય તો તેમની પાસેથી માહીતી મેળવે છે.કહી તેમની કામગીરીને વખાણી હતી.સીટી સર્વેયર ડી.ડી પટેલ દ્વારા શુભકામના પાઠવી તેમની નોકરીની ફરજ દરમિયાનની સર્વેયર તરીકેની કામગીરી વખાણી હતી.ડીસ્ટ્રીક ઇન્સ્પેકટર લેન્ડ કચેરીના અધિકારી અરવિંદ પાનવાલાએ પણ ફુલહાર પહેરાવીઁને શુભેચ્છા પાઠવી હતી.આ વિદાય સમારોહમાં ઓફીસ સ્ટાફ,પરિવારજનો હાજર રહ્યા હતા.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!