GUJARATMODASA

અરવલ્લી : મોડાસા શહેરમા રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા આયોજિત પ્રભુ શ્રી જગન્નાથજીની 43 મી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા શહેરમા રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા આયોજિત પ્રભુ શ્રી જગન્નાથજીની 43 મી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી.

પ્રભુ સી જગન્નાથજી બહેન સુભદ્રાજી ભાઈ બલરામજી એ રથમાં સવારી કરી નગરયાત્રા માટે શ્રી સંત ધનગીરી બાપુ દેવરાજ ધામ દ્વારા રથયાત્રાનું બાલકનાથજી મંદિર સગરવાડા થી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

આ શ્રી જગન્નાથજી ની નગરયાત્રા મોડાસા નગરના ગોકુળ નાથજી મંદિર, ગાંધીવાડા, સોની વાળા, ભોઇવાળા, સાર્વજનિક હોસ્પિટલ, કુંભારવાડા, સગરવાડા, દીપુ વિસ્તાર મેન રોડ થી મોડાસા ટાઉનહોલ ચાર રસ્તા, મેઘરજ રોડ હનુમાન મંદિર, ઉમિયા મંદિર, ફાવન સીટી ડીપી રોડ, કાર્તિકે સોસાયટી, કેનેરા બેન્ક માલપુર રોડ, કલ્યાણ ચોક, આઈ.ટી.આઈ, મોડાસા ચાર રસ્તા, થી નવા બસ સ્ટેશન, ખડાયતા પોલીસ ચોકી, કડિયાવાળા, ભાવસાર વાળા, હોળી ચકલા, શુભ લાભ કોમ્પ્લેક્સ, નાગરિક બેંક, બુટાલ વાળા, નગીના મસ્જિદ, જૈન મંદિર થી પરત નિજ મંદિર. આ લગભગ સાત કિલોમીટરના મોડાસા નગરપાલિકાના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ સૌ ભક્તોને દર્શન નો લાભ લેતા હોય છે.

ભાગવત આચાર્ય મહંત શ્રી શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ ઉમિયા માતાજી મંદિર તથા વિશેષ ઉપસ્થિત ભુવાજી ચેતનભાઇ ગોગાધામ ગારુડી પ્રભુ શ્રી જગન્નાથજીની નગર યાત્રા માં ચાર ચાંદ લગાડયા.શ્રી જગન્નાથજીની નગર યાત્રા માં રથ જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક દ્વારા રથનું પ્રસ્તાન કરવામાં આવ્યુ હતું

પ્રભુની આ નગરયાત્રામાં ખાસ અમદાવાદ થી બોલાવેલ વેશભૂષાની ચાર ટીમો, ઘોડા, બગીઓ, તલવારબાજી ની બહેનો, દેશી વાજિંત્રા, નાસિક ઢોલ, આનંદના ગરબાની ભજન મંડળીની બહેનો, મોમેરા સાથે જોડાયેલ બહેનો, સર્વોદય સ્કૂલના બાળકો ની વેશભૂષાની ટીમ, નગરના અન્ય હરિભક્તો, ઓપરેશન સિંદૂરનો ટેબલો, ટ્રેક્ટરો , ડીજે. અને આપ સર્વેની સાથે પ્રભુ શ્રી જગન્નાથજી બહેન સુભદ્રાજી, ભાઈ બલરામ જી રથમાં સવાર થઈ

ભક્તો સુધી પહોંચી દર્શન આપ્યા. જય જગન્નાથ ના નારા સાથે આ પ્રભુ શ્રી જગન્નાથજીની નગરયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ રથયાત્રાના માર્ગ ઉપર નગરજનો દ્વારા ચા-પાણી, છાશ, લીંબુ શરબત અને નાસ્તાનું જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા ટીમ દ્વારા 120 કિલો જાંબુ તથા 220 કિલો મગનો પ્રસાદ પીરસાયો.

મોડાસાના રથયાત્રાની મહત્વની બે બાબતો એ છે કે આ રથયાત્રા મોડાસાના તમામ નાના મોટા વેપારીઓ, ડોક્ટરો, કર્મચારીઓ, વકીલો, દ્વારા મળેલ યોગદાન , ફાળા થી આ રથયાત્રા કાઢવામાં આવે છે, બીજી મહત્વની બાબત મોડાસામાં લગભગ 50% જેટલી મુસ્લિમ વસ્તી છે, જેમાં મુખ્ય મુસ્લિમ બિરાદરોની કમિટીઓ દ્વારા રથયાત્રાનું તથા રથયાત્રા આયોજકોનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ,ત્યારે સાચા અર્થમાં આ અષાઢી બીજ રથયાત્રામાં કોમી એકતાના દર્શન થયા .આ સાથે આ કમિટીઓના મુખ્ય મુસ્લિમ બિરાદરો રથયાત્રામાં સાથે જોડાયા.

પ્રભુજી જગન્નાથજી ની રથયાત્રા નો પ્રારંભ સવારે 11 કલાકથી થઈ સાંજે 6-30 કલાકે નિજ મંદિર પરત આવે છે. ત્યારે રથયાત્રામાં જોડાયેલ તથા સેવા આપેલ સંત મહંતો, પોલીસ અધિકારીઓ ને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.રથયાત્રાના આગલા દિવસે. મોમેરાની રસમ કરવામાં આવે છે, ખુબ ભાગ્યશાળીને આ રસમ નો લાભ મળે છે, પ્રભુ જગન્નાથજી તેમની સૌ મનોકામના પૂર્ણ કરે છે. આ 43મી રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથજીનું મામેરુ જ્યોત્સનાબેન કનુભાઈ સોની પરિવાર મોડાસા દ્વારા શોભાવવામાં આવ્યું.

 

Back to top button
error: Content is protected !!