MORBI:મોરબીના માળિયા વનાળિયા દીકરી રિસામણે હોય જે બાબતનો ખાર રાખી સાસરિયાઓએ હુમલો કર્યો
MORBI:મોરબીના માળિયા વનાળિયા દીકરી રિસામણે હોય જે બાબતનો ખાર રાખી સાસરિયાઓએ હુમલો કર્યો
મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં દીકરી રિસામણે હોય જેનો ખાર રાખી ત્રણ આરોપીઓએ મહિલાઓ સહિતનાને ઢીકા પાટું અને છુટા પથ્થર તેમજ નળિયાના ઘા ઝીકી ઈજા કરી હતી મારામારીમાં ચાર વ્યક્તિને ઈજા પહોંચી છે મોરબી બી ડીવીઝન પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા પ્રભાબેન હસમુખભાઇ સોલંકીએ આરોપીઓ મનુભાઈ બાબુભાઇ બાંભણવા, વર્ષાબેન મનુભાઈ બાંભણવા, સુમિત મનુભાઈ બાંભણવા રહે બધા માળીયા વનાળિયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરી નયનાને સાસરિયાં સાથે મનદુખ થયું હોવાથી રિસામણે હોવાનો ખાર રાખી ત્રણેય આરોપીઓએ ગાળો આપી હેતલને ઢીકા પાટૂ માર મારી તેમજ નયનાને છૂટા પથ્થર અને નળિયાના ઘા કરી હેતલ અને હિમાંશુને મૂઢ ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી વશરામભાઈને લાફા ઝીકી તેમજ લાકડી વડે માર મારી ઈજા કરી હતી