અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
ઇસરી : મેઘરજના પંચાલ ગામે જાનમાંથી ગુમ થયેલ બાળકને ઇસરી પોલીસ દ્વારા વાલી વારસાને શોધી બાળકને સોંપ્યો
મેઘરજના પંચાલ ગામે 15/05/2025 ના રોજ જાનમાં ગયેલ 8 વર્ષીય બાળક જાનમાંથી ગુમ થયેલ અને ક્યાંક જતો રહેલો જેમાં બાળક 16/05/2025 ના રોજ ધાવડિયા ખાખરીયા ગામ પાસે ત્રણરસ્તા નજીક રડતો છોકરો ઇસરી પોલીસ ને મળી આવેલ અને બાળકને સમજાવી શાંતિથી પૂછતાં પોતાનું નામ જણાવ્યું અને રાંજેડી ગામનો હોવાનું જણાવતા તેનું નામ પિયુષ અને પિતાનું નામ બામણા મહેશભાઈ જ્યંતીભાઈ કહેતા પી સી આર ઇન્ચાર્જ શંકરભાઇ અને એ એસ આઈ મગનભાઈનાઓ એ જેના વાલી વારસાને પુછપરછ કરતા ખરાઈ કરી સોપવામાં આવેલ હતી આમ ઇસરી પોલીસ એ 8 વર્ષના બાળકને વાલી વારસાને સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું