KESHOD

જૂનાગઢ જિલ્લામાં વરસાદના વિરમ પરંતુ સ્થતિ હજુ પણ અત્યંત ખરાબ અવર કરવા માટે લોકોએ JCB અને ટ્રેક્ટરનો સહારો લીધો સાંસદ રમેશ ધડુક JCB બેશી અસરગ્રસ્તને મુલાકાતે પહોંચ્યા

જુનાગઢ જિલ્લામાં હાલ તો વરસાદે વિરામ લીધો છે. પરંતુ હજુ પુરની સ્થિતિ યથાવત પુરની સ્થિતિ યથાવત હોવાના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાછે સતત ત્રણ દિવસથી પૂરની સ્થિતિના કારણે લોકો જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે એક ગામે બીજા ગામે પણ ના જઈ શકતા હોય તેવી સ્થિતિ સામે આવીછે જેમના કારણે ગામના કેટલાય લોકો ટ્રેક્ટર અથવા જે.સી.બીના સહારે બાજુના ગામમાં અથવા તો શહેરમાં જીવન જરૂરિયાત વસ્તુ લેવા મજબૂત બન્યા હતા ભારે વરસાદના કારણે હજી પણ વાડી વિસ્તારમાં કેટલાય લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે અને હજુ પણ ઓજત નથી બે કાંઠે હોવાના કારણે લોકો એક બીજી જગ્યાએ અવર-જવર કરી નથી કરી શકતા ત્યારે આજે સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના નેતાઓ પૂરગ્રસ્તની મુલાકાતે પહોંચ્યા હતા. સાંસદ રમેશભાઈ ધડુક JCB બેસી ગામના લોકોની મૂલાકાતે પહોંચ્યા હતા. સાંસદ રમેશભાઈ ધડુકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘેડ પંથકના ગામોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયાંછે હું પોતે પણ અહી જેસીબીમાં બેસીને આવ્યો છું વાહનવ્યવહાર ઠપ્પ થઈ ચૂક્યો છે, ધેડના 25 જેટલા ગામોમાં ઉપજાઉ જમીનમાં પાણી ફરી વળ્યાછે અગાઉ પણ મેં તંત્રને રજૂઆત કરીછે અને આગામી સમયમાં પણ હું તંત્રને રજૂઆત કરીશ ઘેડ પંથકમાં પાણી ભરવાની વર્ષો જૂની સમસ્યાછે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાય છે અને ગઈકાલે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યોછે અને નુકસાનીને જલ્દીથી જલ્દી સર્વે થાય તે અંગેની પણ માંગ કરીછે પાણી ઉતરતાની સાથે જ ખેડૂતોના નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવશે.

રીપોર્ટર – અનિરૂધસિંહ બાબરીયા – જુનાગઢ

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!