GUJARATIDARSABARKANTHA

હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે જિલ્લાકક્ષાની વોલીબોલ અને સ્વીમીંગ સ્પર્ધા યોજાઇ

હિંમતનગર સાબર સ્ટેડિયમ ખાતે જિલ્લાકક્ષાની વોલીબોલ અને સ્વીમીંગ સ્પર્ધા યોજાઇ

******

સાબરકાંઠા જિલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી,સાબરકાંઠા દ્વારા સંચાલિત ૬૮મી SGFI(સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા)ની રમતો નવ ઑગષ્ટ થી લઈ ૨૧ સપ્ટેમ્બર સુધી યોજાવાની છે. જે અંતર્ગત સાબર સ્ટેડિયમ,હિંમતનગર ખાતે જિલ્લાકક્ષાની વોલીબોલ અને સ્વીમીંગ સ્પર્ધા યોજાઇ હતી.આ સ્પર્ધામાં સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધા દરમ્યાન જિલ્લા રમતગમત અધિકારીશ્રી એમ.એન.ચૌધરી ઉપસ્થિત રહી હાલમાં કાર્યરત ઓલમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા ભારતના ખેલાડીઓની જેમ ગુજરાતની આવનારી પેઢી પણ રમતગમત ક્ષેત્રે ગુજરાત અને દેશનું નામ રોશન કરે તેવા શુભઆશિષ સાથે પ્રોત્સાહન પૂરું પાડ્યુ હતુ.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!