GUJARATHALOLPANCHMAHAL

હાલોલ નગર પાલિકાએ નગરજનોના હિત માટે હેલ્પલાઈન નંબર 9227055534 જાહેર કર્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૪.૩.૨૦૨૪

હાલોલ નગર ને સ્વચ્છ બનાવવા તેમજ નગર પાલીકા દ્વારા નગરજનોને મળતી પ્રાથમિક સુવિધા અંગેની ફરીયાદ નું ઝડપી નિવારણ થાય તેવા આશય સાથે નગરજનો માટે આજે હાલોલ નગર પાલિકા ભવન ખાતે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, નગર પાલિકાના વહીવટદાર,હાલોલ પ્રાંત અધિકારી ની ઉપસ્થિતિમાં પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે એક હેલ્પલાઈન નંબર 9227055534 જાહેર કર્યો હતો.હાલોલ નગર પાલિકાનાં મુખ્ય અધિકારી હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે નગરજનો દ્વારા કરવામાં આવતી ફરિયાદોનું નિવારણ સમયસર થતું ન હતું.અરજદારને કાગળ માં અરજી લખી ધક્કા ખાવા પડતા હતા.આ સમસ્યાનું નિવારણ માટે પાલિકા દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરતા અરજદારે તે નંબર ડાયલ કરી વિસ્તારનું નામ તેમજ સમસ્યાઓ જેવીકે સફાઈ, સ્વચ્છતા, પાણી પુરવઠો,ગટર લાઈન, ટ્રીટ લાઈટ, રસ્તાઓ ફૂટપાથ, આરોગ્ય અને સુખાકારી, સલામતી, આગ, દબાણ,ગેરકાયદેસર કામો, ટેક્સ આકારની,જેવા મુદ્દાઓની રજૂઆત કે ફરિયાદ જાહેર કરવા હેલ્પલાઇન નંબર ઉપર ફરીયાદ રજીસ્ટર કરતા ફરીયાદ અંગે ખાસ બનાવામાં આવેલ સોફ્ટવેરમાં તે ફરીયાદ રજીસ્ટર થશે અને તે ફરીયાદ સીધી નગરપાલિકા હસ્તકના સંબંધિત વિભાગના અધિકારી સુધી પહોંચી જશે અને આ ટિકિટ નંબરની મેસેજ દ્વારા ફરિયાદીને પણ જાણ થઈ જશે.દિવસ દરમિયાન જનરેટ થયેલી આવી તમામ ફરિયાદો અંગેની ટિકિટો ઉપર ચીફ ઓફિસર એન્ડ્રોઇડ એપ દ્વારા મોનિટરિંગ કરશે અને તમામ ટિકિટો ઉપર કામગીરી પૂર્ણ થયા પછી તે અંગેનો રિપોર્ટ સંબંધિત વિભાગ દ્વારા ઓનલાઈન સબમિટ કરવામાં આવશે અને તેની જાણ ફરિયાદીને ફરી એક વખત મેસેજના માધ્યમથી થશે.તેમ પાલિકાના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!