GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:GMERS કોલેજની બહાર ભીખ માગી ને સરકારને ફી ચૂકવવા વિદ્યાર્થીને વાલીઓ મજબૂર બન્યા
MORBI:GMERS કોલેજની બહાર ભીખ માગી ને સરકારને ફી ચૂકવવા વિદ્યાર્થીને વાલીઓ મજબૂર બન્યા
MORBi રાજ્ય સરકાર દ્વારા GMERC મેડિકલ કોલેજમાં જે ફી વધારો કરવામાં આવ્યો હતો તેનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ વચ્ચે સરકાર દ્વારા ફી ઘટાડવામાં આવી છે. ત્યારે હજુ પણ આ ફી વધુ હોવાના આરોપ સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. આજે મોરબીમાં GMERS મેડિકલ કોલેજ ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભીખ માગીને વિરોધ કર્યો હતો.વિદ્યાર્થીઓ અને વાલીઓએ કહ્યું હતું કે, આ ફી વધારો સામાન્ય વર્ગને પોસાય તેમ નથી તેથી અમે ભીખ માગી રહ્યા છીએ. સરકારી કોલેજ હોવા છતાં આટલો ફી વધારો કેમ કરવામાં આવ્યો ? સરકાર અમારી વેદના સમજે અને સંપૂર્ણ ફી વધારો પાછો ખેંચે એવી અમારી માગ છે.