MORBI:મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડ નજીકથી એક પિસ્તોલ – બે તમંચા એક કારતુસ સાથે એક શખ્સ ઝડપાયો
MORBI:મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડ નજીકથી એક પિસ્તોલ – બે તમંચા એક કારતુસ સાથે એક શખ્સ ઝડપાયો
મોરબી એસઓજી પોલીસે એક શખ્સને ૨ તમંચા, ૧ પિસ્તોલ અને ૧ જીવતા કારતૂસ સાથે શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડના ગેટ પાસેથી પકડી લેવામાં આવ્યો છે. હાલ એસઓજી પોલીસે આરોપીની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં હથિયારધારા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી એસઓજી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડના ગેટ પાસેથી આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરુ ઉર્ફે ટાવર નટુભા જાડેજા ઉવ.૪૨ રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ એમ-૩૬૫ વાળાને દેશી હાથ બનાવટના ૨ તમંચા, ૧ પિસ્તોલ તથા ૧ જીવતો કારતૂસ કુલ કિ.રૂ.૨૫,૨૦૦/- સાથે ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે આરોપી વિરેન્દ્રસિંહ પાસેથી ૧ મોબાઇલ સહિત કુલ કિ.રૂ.૩૦,૨૦૦/-નો મુદ્દામાલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.