GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ગાળા ગામ નજીક હોટલના ગ્રાઉન્ડ ખાતે ગેસ-ચોરી કૌભાંડમાં સંડોવાયેલ રાજસ્થાની શખ્સ ઝડપાયો 

MORBI:મોરબીના ગાળા ગામ નજીક હોટલના ગ્રાઉન્ડ ખાતે ગેસ-ચોરી કૌભાંડમાં સંડોવાયેલ રાજસ્થાની શખ્સ ઝડપાયો

 

 

મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ સુખસાગર હોટલના ગ્રાઉન્ડમાં ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ ચોરીના કૌભાંડનો પર્દાફાસ કરવામાં આવ્યો હતો. તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે હોટલમાં રેઇડ કરતા હોટલના ગ્રાઉન્ડમાં પ્રોપેનગેસ-ટેન્કર ઉભું રાખી બાજુમાં આવેલ માધવ ઓઇલ મીલમાં પાઇપ મારફત નાના બાટલામાં ગેસ ભરી ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો.

 

Oplus_131072

મોરબી તાલુકા પોલીસ મથક ટીમ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન બાતમી મળેલ કે મોરબી તાલુકાના ગાળા ગામ નજીક મોરબી-માળીયા હાઈવે રોડ ઉપર આવેલ સુખસાગર હોટેલ ગ્રાઉન્ડમાં એક ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ-ચોરીની પ્રવૃતિ ચાલુ હોવાની મળેલ બાતમીને આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ બી.ડી ભટ્ટ સહિત પોલીસ સ્ટાફ સાથે રેઇડ કરતા સુખસાગર હોટલના ગ્રાઉન્ડમાં એક ટેન્કર રજી.નં. એનએલ-૦૧-એલ-૫૪૬૫ પડેલ હોય અને બાજુમાં માધવ મીની ઓઇલ મીલમાં ગેસ સીલીન્ડર પડેલ જે ગેસના ટેન્કરમાં પાઇપ મારફત નાના સિલિન્ડરમાં ગેસ ચોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ એક ઈસમ દ્વારા થઈ રહી હોવાનું જોવા મળતા તુરંત તે આરોપી સેતાનકુમાર સુર્જનરામ બાંગરવા રહે. કુંડકી તા.ચીતરવાન જી.સાંચોર (રાજસ્થાન )વાળાની અટક કરવામાં આવી હતી.આ સાથે તાલુકા પોલીસે સ્થળ ઉપરથી ટાટા કંપનીનું પ્રોપેન ગેસનો ૧૫ મેટ્રિકટન ભરેલ ટેન્કર, ૫૦ નાના સિલિન્ડર, મોટર સાયકલ રજિસ્ટર નંબર જીજે-૩૬-એન-૯૯૧૫, વાલ્વ લગાડેલ લાંબા પાઇપ, ઇલે.વજન કાંટા સહિત કુલ રૂ.૨૬,૫૭,૩૫૭/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે જ્યારે ટેન્કર ચાલક આરોપી તથા માધવ ઓઇલ મીલના સંચાલક સહિતના આરોપીઓ હાજર ન મળી આવતા તેને ફરાર દર્શાવી તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!