DANG

ડાંગ આમ આદમી પાર્ટીએ UCC ના વિરોધ અંગે કલેકટર મારફતે રાષ્ટ્રપતિશ્રી ને આવેદન આપી રજૂઆત કરી.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

દેશના આદિવાસી સમાજ પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ ન કરવામાં આવે તે હેતુથી આજરોજ ડાંગ  આમ આદમી પાર્ટી એ કલેકટર મારફતે રાષ્ટ્રપતિ શ્રી અને ભારતીય લોક કમિશનના માનનીય સભ્ય સચિવને આવેદન આપી રજૂઆત કરી.
આમ આદમી પાર્ટી એ આવેદનમાં જણાવ્યું હતું કે,વિવિધતામાં એકતા એ ભારત દેશની ઓળખ છે. દેશ વિભિન્ન ધર્મ સંપ્રદાયો અને જાતિઓમાં વહેંચાયેલી છે જેમના પોતાના અલગ અલગ સામાજિક અને ધાર્મિક નીતિનિયમો છે. સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધિશ બલવીર સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ૨૧ મી નીતિયોગના રિપોર્ટનો પુરે પુરો નિષ્કર્ષ કાઢી અને દેશમા” સમાન નાગરિક સંહિતા” ની કોઈ આવશ્યકતા નથી તે છેલ્લા રિપોર્ટ કરેલ છે. છતાં ૨૨મી નીતિ આયોગ દ્રારા ૧૪ જુન ૨૦૨૩ના રોજ સમાન નાગરિક સંહિતા” અમલવારી સંબંધિત  પબ્લીક નોટીસ ” જાહેર કરેલ છે, જેમાં ૧૪ જુલાઈ સુધીમાં સરકારને નિર્દેશ કરવા અનુરોધ કરેલ છે. જેમાં દેશના માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદી દ્રારા પણ એક પરિવારમાં એકજ કાનુન જરૂરી હોવાનું જણાવી “સમાન નાગરીક સંહિતા” ભાજપ પાર્ટીના એજન્ડામાં હોય, લોકસભાની ચુંટણી પહેલા લાગુ કરવામાં આવશે એવી વાત વહેતી કરી ને દેશના લોકોનું ધ્યાન દોર્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી સૌથી વધારે અસર આદિવસી અને અલ્પસંખ્યાના લોકોને થવાની છે.

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે તો આદિવાસી સમાજની અનેક રૂઢિગત પ્રથાઓ નાબૂદ થઈ જશે.તેમજ આદિવાસી સમાજને મળેલ બંધારણીય પ્રાવધાન રક્ષણ આર્ટીકલ-૩૭૧, અનુસૂચિ પાંચમી અને છઠ્ઠી, પૈસા એકટ-૧૯૯૬, શૈક્ષણીક અને રાજકીય અનામત જમીનોનાં રક્ષણ માટે ૭૩ AA નો કાયદો, વિકિન્સન રુલ- ૧૮૩૭, કાતકારી અધિનિયમ-૧૯૦૮ (CNT ACT ), , વન અધિકાર અધિનિયમ-૨૦૦૯, આદિવાસીઓના જળ જંગલ જમીન તથા ખનીજો પર અધિકારો “સમાન નાગરિક સંહિતા” લાગુ થવાથી નષ્ટ થઇ જશે.

તેથી આદિવાસી સમાજની ગરિમા જળવાઈ રહે તે માટે થઈને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ન કરવામાં આવે તેવી માંગ ડાંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!