HALVADMORBIMORBI CITY / TALUKO

હળવદ ના ટીકર ગામે માલધારીની કડબ બળીને રાખ – મોટા પ્રમાણ માં નુકસાન

હળવદ ના ટીકર ગામે માલધારીની કડબ બળીને રાખ – મોટા પ્રમાણ માં નુકસાન


હળવદ તાલુકાના ટીકર ગામે આજે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર વાડામાં એકઠી કરેલી માલધારીની કડબ બળીને ખાખ થઈ હતી. જેથી કરીને માલધારી દ્વારા રાજ્ય સરકારી પાસે મદદની આશ લગાવી છે. આ બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે હળવદ તાલુકાના ટીકર ગામે પશુ પાલક કાળુભાઈ માવજીભાઈ રબારીના વાડામાં આશરે 4 હજાર મણ સુકી કડબ અને આશરે 800 મણ ભુસુ(ગવારની ફોતરી) પડી હતી. જે ઉનાળુ અને ચોમાસા માટે 400 જેટલા પશુઓને ખવડાવવા માટે એકઠી કરી હતી. જેમાં આજે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી જતા 4 હજાર મણ સુકી કડબ અને 800 મણ જેટલું ભુસુ સળગીને ભસ્મ થઈ ગયું હતુ. આગ લાગવાની જાણ થતા ટીકર જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડીયા સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક પાણીનો ટાંકો મંગાવી આગ બૂઝાવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર ઘાંસચારો બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે પશુપાલકને લાખોની નુકસાની થતા તંત્ર પાસે મદદની આશ લગાવી હતી.

વિશાલ જયસ્વાલ હળવદ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!