HALOLPANCHMAHAL

હાલોલ બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા બ્રેસ્ટ કેન્સર નો કેમ્પ યોજાયો

તા.૪.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

બ્રહ્મ સમાજ હાલોલ ની મહિલા પાંખ દ્વારા હાલોલ ખાતે બ્રેસ્ટ કેન્સર ની તપાસ નો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સદર કેમ્પ મહિલા દિવસને અનુલક્ષીને બ્રહ્મ સમાજ દ્વારા હાલોલ નગરપાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ સ્મિતા બહેન પરીખ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા સ્મિતાબેન પરીખે જણાવ્યું હતું કે ભારતમાં વુમન ડે ની શરૂઆત 107 વર્ષ પહેલા થઈ હતી 1916 માં ભુવન લીવરેસન ની ચળવળ શરૂ કરનાર સરોજિની નાયડુ હતા તેને પ્રોત્સાહન અને પ્રેરણાનું પીઠ બળ પૂરું પાડનાર મહાત્મા ગાંધીજી હતા કારણ કે તેઓ માનતા હતા કે સ્ત્રી એ શક્તિનું રૂપ છે.કોઈ પણ સંસ્કૃતિનો પાયો સ્ત્રીથી થાય છે મહિલાઓમાં સમજ શક્તિ સહનશક્તિ કુટુંબને એક રાખવાની શક્તિ બાળકોના ઉછેર ની અને સંસ્કૃતિની શક્તિ મતલબ મહિલા માં કુદરત દ્વારા તમામ શક્તિઓ નું રોપણ કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં ભગવતીબેન દ્વારા પ્રવચન આપતા જણાવ્યું હતું કે અત્યારના જમાનામાં પુરુષો કરતાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ છે.અને આગળ રહેશે સ્ત્રી વગર સંસાર અને સંસ્કૃતિ શક્ય નથી મહિલા દિવસ પ્રસંગે બ્રહ્મ સમાજ દ્વારા મહિલાઓના બ્રેસ્ટ કેન્સરની કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડોક્ટર જાનવી પરીખે સેવાઓ આપી હતી તદ ઉપરાંત જો કોઈ બેનને વધુ સારવારની જરૂરિયાત દેખાય તો બ્રહ્મ સમાજ દ્વારા તેવી મહિલાઓ માટે વધુ સારવારની વ્યવસ્થા કરવામાં આવશે બ્રહ્મ સમાજના મહિલા પંચ ના પ્રમુખ નૈના બહેન ઠાકર તથા મહામંત્રી આશા બહેન શર્મા સભ્ય સુમનબેન,અર્ચનાબેન, ફાલ્ગુનીબેન, સુરભીબેન, રેણુકાબેન વગેરે ઉપસ્થિત રહી આ કેમ્પને સફળ બનાવવામાં અથાગ પ્રયાસો કર્યા હતા.કેમ્પમાં અંદાજે 40 મહિલાઓની બ્રેસ્ટની તપાસ કરવામાં આવી હતી બ્રહ્મ સમાજની મહિલા પાંખ દ્વારા શરૂ કરવામાં આવેલ આ કેમ્પ મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.અત્રે ઉલ્લેખનીય આ કેમ્પ ના આયોજન દરમિયાન આવનાર ફાગ મહોત્સવ ને લઈ કેમ્પ માં આવેલી બહેનોએ એક બીજાને રંગ લગાવી હોળી ની પણ ઉજવણી કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!